ઈન્ટરનેટ બાબતે સલામતી એ દરેકની જવાબદારી છે. મોજમસ્તી માટે, મિત્રો સાથે ગપ્પા મારવા, તમે બનાવેલ વિડીયો કોઈ દોસ્તને બતાવવો, તમે તમે લખેલી કવિતા કોઈ દોસ્તને સંભળાવવી, આજકાલ શું ચાલી રહ્યું છે, તે જાણવા ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આમાં કોઈ દર કે દહેશત રાખવાની જરૂર નથી. તમારી અંગત માહિતી તો ગુપ્ત જ રહેવાની છે.

ઈન્ટરનેટના સલામત ઉપયોગ માટે તમારા કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ અને ફાયરવોલ સોફ્ટવેર નાંખેલું હોય એટલું જ પુરતું નથી, એ સાથે તમે કમ્યુટરના ઓનલાઈન ઉપયોગ કેવી સાવચેતીથી કરો છો

ઓનલાઈન સલામત રહેવું શા માટે જરૂરી છે?

લેપટોપ, મોબાઈલ ફોન, ટેબ્લેટ અથવા પર્સનલ કમ્યુટર દ્વારા આપણે જગત સાથે જોડાયેલાં રહીએ છીએ. આનંદપ્રમોદ માટે, મિત્રો બનાવવા, સંપર્કમાં રહેવા અને નવું શીખવા માટે ઈન્ટરનેટ કેટલું મહત્વની અને મુલ્યવાન છે, એ તો આપણે જાણીએ છીએ. પણ જો સાવચેતી બાબતે સભાનતા રાખ્યા વગર જો ઈન્ટરનેટનો ઉપયોગ કરીશું તો ગેરકાનૂની પ્રવૃત્તિ-છેતરપીંડી, ધાકધમકી અને એવા બીજા ગંભીર અપરાધમાં અજાણતા જ આપણે ભરાઈ પડીશું. નેટ પર આપણે અજાણ્યા લોકોને મળીએ છીએ, જે ઘણીવાર આપણે ધરીએ છીએ એના કરતાં બિલકુલ જુદા પ્રકારના હોઈ શકે છે.

ઘરેથી આપણે બહાર જીએ એટલે શું શું સાવધાની રાખવી એ આપણે શીખી લીધી હોય છે. બસ એ જ રીતે ઓનલાઈન કેવી રીતે સલામત રહેવું જોઈએ એ આપણે શીખી લેવું જોઈએ.

ઓનલાઈન સલામત રહેવાના સોનેરી સુત્રો આ રહ્યા

  • સરનામું કે ફોન નંબર જેવી અંગત માહિતી અજાણ્યાને ન આપો.
  • તમારા પોતાના ફોટા-વિચિત્ર ફોટા કોઈનેય ન મોકલો.
  • અજાણી વ્યક્તિના ઈમેઈલ કે અટેચમેન્ટ ખોલો નહીં.\
  • તમે જાણતા નથી એવી વ્યક્તિ સાથે લાઈન પર મીટર જેવો વ્યવહાર ન કરો.
  • ઓનલાઈન મળ્યા હોય, તેવી વ્યક્તિને રૂબરૂ મળવાનું ક્યારેય ન ગોઠવો.
  • ઓનલાઈન કશુંક જોઈ કે વાંચીને તમને ચિંતા થાય તો એ વિષે મમ્મી-પપ્પને જાણ કરો.

SEA ના અવેરનેસ પ્રોગ્રામ દ્વારા બાળકોને અને વિદ્યાથીઓ માટે ઓનલાઈન સલામતી બાબતે રાખવાની સાવધાની વિષે સૂચનો આપવામાં આવ્યા છે, તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો એ વેળાએ આ સૂચનો, માર્ગદર્શનોને જરૂરથી ધ્યાનમાં રાખશો.

પગલું ૧: વેબ-બ્રાઉઝરનો ઉપયોગ

મિત્રો અને પરિવારજનોના રહેવા માટે ઈન્ટરનેટ એક આસન માધ્યમ છે. વિદ્યાર્થીઓ છેલ્લામાં છેલ્લા સમાચાર જાણવા, સંશોધન અંગેની માહિતી મેળવવા, પુસ્તકો વાંચવા, પ્રવેશ કે વ્યવસાય માટેની અરજી કરવા કે પોતાના જરૂરી કોઈ વસ્તુ ખરીદવા માટે ઈન્ટરનેટનો છૂટથી ઉપયોગ કરે છે. બેન્કના કામકાજમાં, બીલો ભરવામાં અને વિવિધ પ્રકારના ફોર્મ ભરવામાં તેમજ વ્યવસાયિક પ્રવૃત્તિમાં વધુને વધુ લોકો હવે ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં થયા છે.

ઓનલાઈન ઘણાં પ્રકારની કામગીરી કરવા માટે વેબ બાઉઝરનો ઉપયોગ ખૂબ સરળ છે, પણ એમાં તમેન અને તમારા કોમ્યુટરને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ નુકસાન એટલે સંવેદનશીલ માહિતી જાહેર થઇ જવી. વાઈરસ સ્પાઈવેર અને એડવેર જેવા માલવેરની એપ.સલામત બ્રાઉઝીંગ એને જ કહેવાય જેમાં તમે પહેલેથી જ આવા ઓનલાઈન જોખમો જાણો છો, અને એનાથી બચવા માટે પુરતી સાવધાની રાખો છો.

ઈન્ટરનેટ બ્રાઉઝ કરતી વેળાએ સલામત રહેવાના સરળ ઉપાયો સમજી લેવા જોઈએ અને એ માટેના કેટલાંક ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ.

  • કમ્પ્યુટર એ સાધનમાં એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને તેને અવારનવાર અપડેટ કરતાં રહો.
  • તમારા ઈન્ટરનેટ બ્રાઉઝરને અપ-ટુ-ડેટ રાખો
  • તમારા કમ્યુટરની અંધારી કામગીરી કે સમ્યા બાબતે સાવધાન રહો.
  • તમારા કમ્યુટરનાં ફાયરવોલ ઇન્સ્ટોલ કરો અને એને મેઈન્ટેન કરો.
  • પોપ-અપ બ્લોકર જેવા ફીચર્સ ધરાવતા આધુનિક બ્રાઉઝરનો ઉપયોગ કરો.
  • તમારા કમ્યુટરમાં સંવેદનશીલ વિગતો અમર્યાદિત સમય સુધી ઇન્સ્ટોલ ન કરો.
  • સમયાંતરે તમારો પાસવર્ડ બદલતાં રહો.
  • ઈન્સ્ટન્ટ મેસેજિંગ અને ઈમેઈલ સાથે એટેચમેન્ટ તરીકે આવતી લીન્કથી સાવધ રહો.

પગલું- 2: મિત્રો બનાવવા

કમ્યુટરમાં સ્ક્રીન સામે કલાકો સુધી બેસી રહેવાથી તબિયત બગડે છે, સોશ્યલ નેટવર્કીન્ગની બીજી સમસ્યા એ છે કે આપણે પુરતી સંખ્યામાં મિત્રો બનાવી શક્યા નથી એવું માનસિક દબાણ સતત લાગ્યા કરે છે, આટલી બાબતો યાદ રાખવા જેવી છે:

  • ઓનલાઈન દોસ્તી આંગળીના ટેરવાથી શરુ થઇ છે એમાં નવા દોસ્ત સાથે કોઈ વાતચીત ઠસી નથી કે અનુભવોની આપ-લે થઇ નથી.
  • ઓનલાઈન મિત્રોને મળવા કરતા મિત્રોને રૂબરૂ મળવું વધારે સાર્થક નીવડે છે.
  • કોઈ એક કમેન્ટ બરાબર ન સમજાય એટલામાં તો ઓનલાઈન મિત્રતા તૂટી પણ જાય છે.
  • મિત્રોને રૂબરૂ મળીએ છીએ ત્યારે ખુલ્લા દિલથી થતી વાતચીતથી આપણે હળવાફૂલ થઈ જઈએ છીએ

તમારા પરિચિતોમાં નો કોઈ મારે તો આટલા ઓનલાઈન મિત્રો બની ગ્યાઆવી ડંફાસ મારતો હોય, તો તમે હરખાઇ ન જતા, કેમ કે અસલી દોસ્તી કંઈ કમ્યુટરથી બની નથી.

સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર રાખવાની જરૂરી સાવધાની

  • તમે આવી સાઈટ ઉપર હાથ અજમાવવા જેટલા મોટા થયા છો, એની ખાતરી કરો
  • તમારી પ્રોફાઈલ એક બનાવતી નામ ધારણ કરી તમને ઝુકાવી શે છે.
  • જેમને તમે બિલકુલ ઓળખતા નથી એવા સાવ અજાણ્યાને ઓનલાઈન મિત્રો ન બનાવો.
  • તમે તમારું એવું ઈમેઈલ એડ્રેસ રાખો, જેમાં તમારા નામનો ઉપયોગ ના હોય.
  • તમારી પ્ર્ફૈલ બનાવતી વખતે કઈ માહિતી જાહેર નથી કરવાની એની તકેદારી રાખો. તમારા મિત્રો જ તમારી પ્ર્ફૈલ જોઈ શકે તેનું ધ્યાન રાખો.
  • ફોટાઓ અને વિડીયો તમે અપલોડ કરી દો એ તમારા મિત્રો જ જોશે, સાથે બીજા લોકો સુધી પણ એ પહોચશે, એટલે શું અપલોડ કરવું એ બરાબર વિચારીને જ નક્કી કરો
  • ઓનલાઈન માહિતી શેર કરતી વખતે થોડા સાવધ રહો. એ કાયદેસર નથી, એવા ડાઉનલોડથી દૂર રહો.

પગલું -૩: સ્માર્ટ ફોનની સાવધાની

આપણા પરિવારજનો અને મિત્રો સાથે વાતચીત કરવા ઉપરાંત ફોનનો બીજી ઘણી રીતે ઉપયોગ થતો હોય છે. ઈન્ટરનેટ બ્રાઉઝીંગ, બીલો ભરવા, બેન્કના ખાતામાં થતી લેવડદેવડની માહિતી મેળવવા કે ઈમેઈલ મેળવવા જેવી સુવિધાઓ સ્માર્ટફોનમાં હોય છે. અગાઉ કમ્પ્યુટર દ્વારા અંગત માહિતી બીજાં લોકો જાણી લઇ શકતા હતા, એવું સ્માર્ટફોન દ્વારા થઇ શકે છે.

સ્માર્ટફોનમાં કેવા કેવા જોખમો રહેલા છે?

  • તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય. તમારો બદ્ધો જ ડેટા પેલા ચોર અથવા ફોન જેને મળ્યો છે, તે વ્યક્તિ જાણી લેશે. એનો દુરુપયોગ કરી શકશે.
  • ફોનમાં તમે સાચવેલી ગુપ્ત માહિતી, ખાનગી ફોટાઓ કે વિડીયો, ઈમેઈલ સંદેશ, ટેક્સ્ટ મેસેજીસ અને ફાઈલો અજાણ્યા માણસને મળી શકે છે.
  • સ્માર્ટફોનમાં નેટવર્ક કનેક્ટિવિટીના ઓપ્શન હોય છે એટલે પ્રતિબંધિત નેટવર્કમાં પણ ઘૂસ મારી શકશે. સુરક્ષિત કરાયેલી કોર્પોરેટ સિસ્ટમમાં પેલો ચોર તમારા ફોનથી હુમલો કરી શકશે.
  • વ્યવસાયિક લેવડદેવડ સ્માર્ટફોનથી થતી હોય છે, એટલે ફોન લાઈવ ઇન્ટરસેપ્ટ કરીને અથવા મોબાઈલ સિગ્નલ પકડીને ગુપ્ત માહિતી ચોરાઈ શકે છે.
  • વાઈરસ, ટ્રોજનહોર્સ, વમર્સ જેવી ખતરનાક બીમારીઓ છળ-કપટવાળા સોફ્ટવેરના માધ્યમથી આપણા સ્માર્ટફોનમાં ઘૂસી શકે છે.

તો આ બધાથી બચવા હું શું કરી શકું?

  • નવો સ્માર્ટફોન ખરીદતી વેળાએ એના સિક્યુરીટી ફીચર્સ તપાસી લો, અને એ બરાબર કામ કરે છે કે નહી તે જોઈ લો.
  • સ્માર્ટફોનમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરો અને એને મેઈન્ટેઇન કરતા રહો.
  • અજાણ્યા મેસેજ કે લિંકને ફોલો ન કરતાં.
  • તમારા ફોનમાં કઈ કઈ વિગતો સ્ટોર કરવાની છે, તે જોઈ વિચારીને નક્કી કરો
  • અજાણ્યા વાઈ-ફાઈ નેટવર્કમાં જોડાશો નહી. અસાલમત વાઈ-ફાઈ હોટસ્પોટનો ઉપયોગ કરશો નહીં બ્લ્યુ ટૂથ, એન્ડ્રોઇડ કે વાઈ
  • ફાઈ જેવા ઇન્ટરફેઈસ ઉપયોગ પૂરો થતા જ બંધ કે ડિસેબલ કરી દો.
  • જૂના ફોનનો ઉપયોગ બંધ કરવાનો હોય, તો એમાં તમે ભરેલી બધી માહિતી ડીલીટ કરી દો.
  • ડિવાઇસને વાપરવાનું બંધ કરો ત્યારે તેની અંદર સેવ કરેલી દરેક માહિતી ડિલિટ કરી દેવી.

ડિજિટલ/સાઈબર દુનિયામાં તમારી ઓળખ

તમારા નામ, સરનામાં, ઈમેઈલ આઈડી વગેરે જેવી તમારી બધી અંગત માહિતી કે જે તમારી સાથે સંકળાયેલી છે અને જેના દ્વારા તમારી ઓળખ કરી શકાય અને સાઈબર વિશ્વમાં તમને ટ્રેક કરી શકાય તેને ડિજિટલ દુનિયામાં તમારી ઓળખ કહેવાય છે.

મોબાઈલ, ઈન્ટરનેટ, ઈમેઈલ વગેરે બધું જ ડિજિટલ દુનિયાનો હિસ્સો છે. તમે જે પણ ઉપકરણ/ટેકનોલોજી વાપરો છો, જેનાથી તમારું જીવન સરળ બને છે તે બધું ડિજિટલ દુનિયામાં તમારી માહિતીને જોખમમાં મૂકી શકે છે.

ઓળખની ચોરી એટલે શું?

તમારી અંગત અથવા સોશિયલી ઓળખી શકાય તેવી માહિતી જેવી કેઃ નામ, ફોન નંબર, સ્કૂલની વિગતો, ઈમેઈલ-આઈડી, જન્મની તારીખ, સરનામું, ઓળખ કાર્ડ નંબર, આધાર કાર્ડની વિગતો, પાસપોર્ટની વિગતો, પ્રવાસની વિગતો, બેંક ખાતાની વિગતો, ફિંગરપ્રિન્ટ્સ, વોઈસ સેમ્પલ વગેરેની ચોરી અથવા દુરુપયોગ એ ઓળખની ચોરી કહેવાય.

તે શા માટે મહત્ત્વપૂર્ણ છે?

ઓળખની ચોરીનો ભોગ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે બની શકે. તેના ઘણા સ્વરૂપો અને આકાર હોય છે. તેનાથી તમને સંભવિત હાનિ થવા સાથે તમારા માતાપિતા/પરિવારની કઠિન પરિશ્રમથી રળેલી આવકનું નુકસાન પણ થઈ શકે છે. ભૌતિક દુનિયામાં તો તમે હંમેશા તમારી જાતનું રક્ષણ કરવા માટે સાવધ રહો છો. આવી જ સાવધાની તમારી જાતને સાઈબર દુનિયામાં પણ રક્ષણ આપવા માટે જરૂરી છે. સાઈબર દુનિયા એ એક પ્રકારે ભૌતિક દુનિયા જેવી જ છે અને જરૂરી પગલાં ન લેવાયા તો તેના જેટલી જ જોખમી પણ છે. ઊલટાનું, ડિજિટલ દુનિયામાં તો તમારી જાતને અને તમારા પરિવાર તથા મિત્રોને સુરક્ષિત રાખવા તમારે વધારાના તકેદારીનાં અને પ્રતિરોધક પગલાં ભરવા જોઈએ. તમારી ઓળખનું રક્ષણ કરવાની જવાબદારી તમારી છે. આજે, સાઈબર દુનિયા એ સ્તરે પહોંચી ચૂકી છે કે જ્યાં આપણે સમસ્યાઓ/સાઈબર ગુનાખોરીને અટકાવી અથવા તો સુધારી શકતા નથી, માટે આવી કોઈ ગુનાખોરીનો તમે ભોગ બની જાવ તે પહેલાં જ તમારી જાતને રક્ષણ આપવું વધુ સારું રહેશે. નિવારણ હંમેશા ઉપચાર કરતા વધુ સારું છે.

ઓળખની ચોરી કેવી રીતે કરાય છે?

નીચે કેટલાક સ્ત્રોતોનો ઉલ્લેખ કરાયો છે કે જ્યાંથી સાઈબર ગુનાખોરો જે-તે વ્યક્તિની ઓળખની ચોરી કરવા વિભિન્ન કિમિયાઓનો દુરુપયોગ કરે છે.

  • રેસ્ટોરાંમાં ભરાવેલા સર્વે ફોર્મ, શોપિંગ મોલ્સ/મૂવી થિએટર્સ ખાતે અપાયેલી લકી ડ્રો કૂપન કે જેમાં અંગત માહિતી માટે વિનંતી કરાય છે.
  • તમે ફોન પર સામાન્ય વાતચીતમાં અથવા તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જાહેર સ્થળે તમારી અંગત અને પારિવારિક બાબતો વિશે જ્યારે સીધેસીધી ચર્ચા કરતા હોવ તે સમયે અજાણતા વહેંચાયેલો ડેટા, કે જેનો કોઈ ઠગબાજ સાક્ષી બનીને બધું સાંભળી રહ્યાનો આપણને અહેસાસ પણ નથી હોતો અને પછીથી તે આ માહિતીનો ઠગાઈની પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ કરે છે.
  • સુપર માર્કેટ અને મેડિકલ સ્ટોર્સ તથા મોલ્સમાં રિટેઈલ ચેઈન્સ ખાતે ખરીદી બાદ એન્ટર કરાયેલો ડેટા.
  • ઈમેઈલ/વોટ્સએપ/એસએમએસ દ્વારા રોકડ ઈનામ/લોટરી/નોકરીની ઓફરના સ્વરૂપમાં અમુક લાભનું વચન આપતા મેઈલ/મેસેજ દ્વારા એકત્ર કરેલો ડેટા. તેઓ ઓરિજિનલ વેબસાઈટ જેવા જ લોગો સાથેના ઈમેઈલ મોકલે છે જેનાથી તે અધિકૃત જેવા જ લાગે છે. તેમાં તમને કોઈ ચોક્કસ લિંક પર ક્લિક કરવા જણાવાય છે જે તમને કોઈ બીજા પેજ પર રિડાયરેક્ટ કરે છે, જ્યાં તમને તમારી અંગત સંવેદનશીલ માહિતી જેવી કે પાસવર્ડ, ઓટીપી વગેરે આપવા જણાવાય છે.
  • ગુનાખોરો તો ઓનલાઈન શોપિંગ પોર્ટલ, ઈ-કોમર્સ સાઈટ્સ અને ઓનલાઈન બેંક ખાતામાંથી પણ તમારી અંગત માહિતી સુધી પહોંચ મેળવીને પછી આ માહિતીનો પોતાના લાભ માટે તમારી વિરુદ્ધ ઉપયોગ કરે છે.
  • ઓળખની ચોરી કરનારા સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ દ્વારા વિભિન્ન પ્રોફાઈલ જોતા રહે છે. તેઓ આ પ્રોફાઈલોનો અભ્યાસ કરીને તેમાંથી હુમલો કરવા માટે ભોગ બની શકે તેવા ટાર્ગેટ્સ શોધતા રહે છે. સંબંધોની શરૂઆત કરવા તેઓ ફ્રેન્ડરિક્વેસ્ટ મોકલે છે અને ચેટિંગ દ્વારા તમારો વિશ્વાસ સંપાદિત કરવા પ્રયાસ કરે છે. વિશ્વાસ સંપાદિત કરી લીધા બાદ તેઓ સંભવિત ટાર્ગેટ્સ પાસેથી તેમની સંવેદનશીલ અંગત માહિતી મેળવી લે છે.
  • સરકારી રજિસ્ટર્સ અથવા જાહેર રેકર્ડમાંનો ડેટા કે જેનું અયોગ્ય સંચાલન કરાય છે.
  • ગુનેગારો એવા કમ્પ્યૂટર સર્વરમાંથી માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે કે જેને યોગ્ય રીતે સુરક્ષિત કરાયું નથી કે જેની પર નિરીક્ષણ નથી. તેઓ અયોગ્ય રીતે કન્ફિગર કરાયેલા અથવા અજાણતા ખોલી દેવાયેલા અથવા નબળો પાસવર્ડ ધરાવતા પોર્ટ્સ દ્વારા રાઉટર સુધી પહોંચ મેળવે છે જે જ્યાંથી ઓળખની ચોરી થવાનું પૂરેપૂરું જોખમ છે.
  • માલવેર દ્વારા પણ અંગત માહિતીની ચોરી થઈ શકે છે. માલવેરને મેઈલ/એસએમએસ/વોટ્સએપ લિંક દ્વારા મોકલી શકાય છે. માલવેર એ વાઈરસ, સ્પાયવેર, રૂટકિટ્સ, રિમોટ એક્સેસ ટૂલ્સ વગેરે જેવા ભિન્ન સ્વરૂપોમાં હોઈ શકે છે.
  • ક્રેડિટ/ડેબિટ અથવા અન્ય સ્માર્ટ પેમેન્ટ કાર્ડ્સ (જેવા કે શોપિંગ, ગિફ્ટ કાર્ડ વગેરે)માંથી RFID (રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન) દ્વારા અંગત માહિતીની ચોરી કાર્ડ સાથે ભૌતિક સંપર્કમાં આવ્યા વિના પણ કરી શકાય છે.

ઓળખની ચોરીથી તમારી જાતને કેવી રીતે બચાવવી?

તમારી ઓળખનું રક્ષણ કરવા અને સાઈબર દુનિયામાં સુરક્ષિત રીતે લાભ મેળવતા રહેવાની શ્રેષ્ઠ પ્રણાલિઓના નિર્માણમાં તમને મદદરૂપ થવાની કેટલીક ટિપ્સ અને પગલાંનો નીચે ઉલ્લેખ કરાયો છે.

  • તમારા મોબાઈલ, કમ્પ્યૂટર તથા અન્ય તમામ ડિજિટલ ઉપકરણો અથવા એપ્લિકેશન્સ માટે હંમેશા સ્ટ્રોંગ પાસવર્ડનો ઉપયોગ કરો કે જેને ધારવો પણ અઘરો બની જાય જેમાં અક્ષર, અંક અને સંજ્ઞાઓનું મિશ્રણ હોય.
  • તમારા પાસવર્ડ નિરંતર બદલતા રહો અને સુનિશ્ચિત કરો કે તમે ભિન્ન પાસવર્ડનો ઉપયોગ કરો છો.
  • વિશ્વસનીય ન હોય તેવી વેબસાઈટોનો ઉપયોગ ટાળો, સાથે શંકાસ્પદ લિંક, ટેક્સ્ટ મેસેજ પર ક્લિક કરવાનું પણ ટાળો કારણ કે તે ઓળખની ચોરી માટે ફેંકેલી જાળ હોઈ શકે છે.
  • કદાપિ તમારી અંગત અને ગોપનીય માહિતી જેવી કે પાસવર્ડ, ખાતા નંબર, પિન નંબર વગેરે ફોન પર કે ઈમેઈલ દ્વારા કોઈને પણ આપો નહીં.
  • કદાપિ કાગળ, પુસ્તક, મોબાઈલ નોટ્સ વગેરેમાં તમારી અંગત અને ગોપનીય માહિતી લખવી નહીં.
  • ઓળખ કાર્ડ, લાઈસન્સ જેવા મહત્ત્વના દસ્તાવેજની ડુપ્લિકેટ કોપી સાથે રાખવી, જેથી ભૌતિક ચોરીના કિસ્સામાં નુકસાનને ઓછામાં ઓછું કરી શકાય.
    • મજબૂત ફાયરવોલ્સ
    • બાહ્ય પહોંચ માટે VPN
    • શિડ્યુલ્ડ માલવેર અને વાઈરસ સ્કેન્સ
    • ઓટોમેટિક વિન્ડોઝ તથા અન્ય
    • સુરક્ષિત વાયરલેસ નેટવર્ક
    • તમારા કમ્પ્યૂટર સુધી ભૌતિક પહોંચનું રક્ષણ/મર્યાદિત કરવું

પાયાનું સ્તર

ડેટા અને માહિતી વિશે

ડેટા એટલે શું?

ડેટા એક કાચી, અસંગઠિત હકીકત છે જેને પ્રોસેસ કરવી જરૂરી છે. ડેટાને સુસંગઠિત કરવામાં ન આવે ત્યાં સુધી એ કોઈ સરળ અને અડસટ્ટે તેમજ બિનઉપયોગી લાગતી વસ્તુ હોઈ શકે છે

ઉદાહરણઃ

  1. એક વિદ્યાર્થીના પરીક્ષામાં માર્ક એ ડેટાનો એક ટુકડો છે.
  2. કોઈ બિમાર વ્યક્તિનું બે દિવસ માટે નોંધેલું તાપમાન એ ડેટા છે. જો આ ડેટાને સુસંગઠિત કરીને તેનું વિશ્લેષણ કરીને એ શોધાય કે દર્દીને ચોક્કસ રોગની અસર થઈ છે કે કેમ, તો તેને માહિતી કહેવાય.

માહિતી એટલે શું?

ડેટાને પ્રોસેસ, સુસંગઠિત, માળખામાં ગોઠવાય અથવા ચોક્કસ સંદર્ભમાં પ્રસ્તુત કરાય જેથી તે ઉપયોગી બને, તો ત્યારે તેને માહિતી કહેવાય.

ઉદાહરણઃ

  1. રાજને 10મા ધોરણની પરીક્ષામાં 80% આવ્યા એ રાજ વિશેની માહિતી છે.
  2. કોઈ વેબસાઈટના મુલાકાતીઓની સંખ્યા એ ડેટાનું ઉદાહરણ છે. કોઈ ચોક્કસ વિસ્તારમાંથી આ વેબસાઈટની કેટલા લોકોએ મુલાકાત લીધી તે શોધવું એ અર્થપૂર્ણ માહિતી છે.

શા માટે આપણા ડેટા અને માહિતીને સુરક્ષિત કરવી આપણા માટે જરૂરી છે?

માહિતી સુરક્ષાઅથવા ડેટા સુરક્ષાની માહિતી સુધીની અનધિકૃત પહોંચ, ઉપયોગ, ઘોષણા, સુધારા, અને નિરીક્ષણને રોકવા માટે જરૂર પડે છે.

ડેટા અથવા માહિતી સુરક્ષા કેવી રીતે સાઈબર સુરક્ષા સાથે સંકળાયેલી છે?

દરેક વ્યક્તિ માટે તેનું નામ, સરનામું, બેંક ખાતા વિગતો વગેરે તેની અંગત ડેટા છે. અંગત ડેટાને અંગત માહિતી, અંગત રીતે ઓળખ કરતી માહિતી (PII), અથવા સંવેદનશીલ અંગત માહિતી (SPI) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કોઈ વ્યક્તિની ઓળખ સંબંધિત કોઈ પણ માહિતી છે. આ સંવેદનશીલ ડેટાનો ઠગાઈ કરનારાઓ ગેરલાભ લઈ શકે છે.

ડિજિટલ ઉપયોગકર્તા તરીકે અમે આપણા ઈમેઈલ આઈડી, બેંક ખાતા, સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી પહોંચ મેળવવા, ડિજિટલ પેમેન્ટ કરવા અને વિવિધ ઓનલાઈન સર્વિસીઝનો ઉપયોગ કરવા માટે આપણા અંગત ડેટા અને અંગતરીતે ઓળખ કરનારી માહિતીનો (PII) ઉપયોગ કરીએ છીએ. આનાથી આપણો અંગત ડેટા સંભવિત દુરુપયોગ ચોરી અને ઠગાઈ કરનારા દ્વારા સાઈબર-હુમલાનો ભોગ બનવાપાત્ર બને છે. આ દુરુપયોગને કારણે નાણાકીય હાનિ, ડેટા નુકસાન, સિસ્ટમ/ખાતાના હેકિંગ, ગેરરજૂઆત, માલવેર/સ્પાયવેર/રેન્સમવેર હુમલા વગેરે જેવી વિવિધ સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ કારણથી આપણા અંગત અને સંવેદનશીલ ડેટા અથવા માહિતીને સુરક્ષિત કરવી જરૂરી છે.

ઉદાહરણઃ અંગત ડેટામાં ફેરફાર કરી શકાય છે અને ફેક પ્રોફાઈલ/ડોક્યુમેન્ટ રચવા તેનો ઉપયોગ થઈ શકે છે.

માહિતી સુરક્ષા અથવા સાઈબર સુરક્ષા એ અનધિકૃત પહોંચ સામે માહિતીને સુરક્ષિત કરવાની તેમજ અનધિકૃત પહોંચ, ઉપયોગ, ઘોષણા, વિક્ષેપ, સુધારણા, નિરીક્ષણ, રેકોર્ડિંગ અથવા માહિતીને નષ્ટ થતી રોકવાની પ્રથા સાથે સંકળાયેલી બાબત પણ છે.

ગોપનીયતા, અખંડતા અને ઉપલબ્ધતાની (CIA) સુરક્ષા એ માહિતી સુરક્ષા અથવા સાઈબર સિક્યુરિટીનો પ્રાથમિક ધ્યેય છે.

આપણે કેવી રીતે આપણા ડેટા અથવા માહિતીનું રક્ષણ કરી શકીએ?

લોકો માટે ડેટા/માહિતી રક્ષણની ટિપ્સ

લોકો ફિશિંગ ઈમેઈલ્સ, સોશિયલ એન્જિનિયરિંગ, અને સોશિયલ મીડિયા ધમકીઓ જેવા બદઈરાદાયુક્ત સાઈબર-હુમલાનો પણ ભોગ બની શકે છે. સાઈબર-ક્રિમિનલે મોકલેલી લિંક પર ફક્ત એક ક્લિક કરવાથી પણ સંવેદનશીલ ડેટા ગુમાવવો પડી શકે છે અથવા ઓળખની ચોરી થઈ શકે છે.

અહીં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેનાથી તમારા અંગત ડેટાને સાઈબર સુરક્ષિત રાખવા ઉપરાંત સુરક્ષિત રહી શકાય છેઃ

અજાણી લિંકથી દૂર જ રહેવુઃ કદાપિ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં, પછી ભલેને મોકલનાર અથવા વેબસાઈટ પર તમને કશું પણ શંકાસ્પદ ન લાગે.

અલગ-અલગ પાસવર્ડ રચવાઃ તમારા ખાતાઓ માટે મજબૂત અને ભિન્ન પાસવર્ડનો ઉપયોગ કરો. વિવિધ ખાતા માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરવો એ સામાન્ય ટેવ હોય છે, જેના કારણે સાઈબર-ક્રિમિનલ માટે ફક્ત એક જ ખાતું નહીં, પરંતુ તમારા બધા ખાતાઓ સુધી પહોંચ મેળવવાનું આસાન બની જાય છે.

PII સ્ટોર કે શેર ન કરોઃ કદાપિ તમારા ઈમેઈલ ખાતામાં તમારી અંગત માહિતીનો સંગ્રહ કરવો નહીં અથવા ઈમેઈલ, મેસેજ અથવા ઓનલાઈન એપ્લિકેશન દ્વારા PIIની વહેંચણી કરવી નહીં.

ફાઈન પ્રિન્ટ વાંચી લેવીઃ હંમેશા કોઈ પણ વેબસાઈટ, ખાસકરીને અંગત ખરીદી કરતી વેળાએ અંગત માહિતી આપતા પેલાં ફાઈન પ્રિન્ટને વાંચી લેવી.

બિનજરૂરી પહોંચ ટાળવીઃ તમારા મોબાઈલ ફોન પર વિવિધ એપ્લિકેશનને તમારા ડિવાઈસમાં ઈન્સ્ટોલ કરતા પહેલાં રિમોટ એક્સેસ આપવાનું ટાળો.

ઓનલાઈન સાવધાનીઓઃ કોઈ પણ અંગત માહિતીને સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ પર વહેંચણીને મર્યાદિત કરો, જેમાં તમારું લોકેશન અને ઈમેઈલ એડ્રેસ પણ સામેલ હોય.

એડવાન્સ્ડ લેવલ

સંસ્થાઓ માટે ડેટા/માહિતી રક્ષણની ટિપ્સ

નવા જોખમો ઉભા થઈ રહ્યા છે ત્યારે સમય પાકી ગયો છે કે તમામ કર્મચારીઓ સહિતની સંસ્થાઓ પણ અંગત રીતે ઓળખી શકાય તેવી માહિતીનું (PII) રક્ષણ કરવા ચોક્કસ પગલાં ભરવા માંડે.

તમારી સિસ્ટમ્સ અને સોફ્ટવેરનું અપડેટઃ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અને વધારાની સોફ્ટવેર અપડેટ્સ સાથે અપ ટુ ડેટ રહો.

એન્ક્રિપ્શનઃ કર્મચારીઓ, ભાગીદારો અને ગ્રાહકો દ્વારા અપાયેલી ગોપનીય માહિતીને એન્ક્રિપ્ટ કરો.

પાસવર્ડની રચનાઃ મજબૂત પાસવર્ડનો ઉપયોગ લાગુ કરો અને દર થોડાક મહિને પાસવર્ડમાં નિયમિત રીતે ફેરફાર કરતા રહો.

કોઈ બાહ્ય કનેક્શન નહીઃ હંમેશા તમારી ઓફિસ સિસ્ટમ પરના USB તથા અન્ય બાહ્ય ડિવાઈસનો ઉપયોગ કરવાનું ટાળો, જેનાથી એક ડિવાઈસમાંથી બીજામાં ડેટાની ટ્રાન્સફરનો અમલ કરી શકાય. આમાં મોબાઈલ ફોન તથા અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ચાર્જ કરવા USB પોર્ટલના ઉપયોગનો પણ સમાવેશ થાય છે.

ડેટા બેકઅપ અને રિકવરીઃ તમારી પાસે એક મજબૂત ડેટા બેકઅપ અને રિકવરી પ્રક્રિયા મોજૂદ રહે અને તે સતત અપડેટ થાય તે સુનિશ્ચિત કરવા તમારા માહિતી સુરક્ષા એક્ઝિક્યુટિવની સલાહ લો.