કમ્પ્યૂટર પરિચય (Introduction to Computer) 

ડેટા ઉપર પ્રક્રિયા કરીને ઈન્ફર્મેશન તૈયાર કરી આપતાં ઈલેકટ્રોનિક સાધનને કમ્પ્યૂટર કહે છે. કમ્પ્યૂટર એ ખૂબ ઝડપથી ગાણિતિક તેમજ તાર્કિક કાર્ય કરતી ઈલેકટ્રોનિક સંરચના છે, જે મૅમરીમાં ડેટા, ઈન્ફર્મેશન કે સૂચનાઓનો સંગ્રહ કરી તે મુજબ કાર્ય કરતી પ્રલાણી છે. કમ્પ્યૂટરનો વિકાસ ઈલેકટ્રોનિકસ શાખામાં થતા જુદા જુદા તબકકાઓ પ્રમાણે થયો જેને કમ્પ્યૂટર જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યૂટરનું વર્ગીકરણ તેની કિંમત, સંગ્રહશકિત અને કાર્યશકિતને અનુલક્ષીને કરવામાં આવે છે. હાલના ટેકનોલોજી યુગમાં કમ્પ્યૂટરનો ઉપયોગ એક આવશ્યક અંગ તરીકે દરેક કાર્ય માટે કરવામાં આવે છે. આમ, કમ્પ્યૂટરનો ઉપયોગ વિવિધ ક્ષેત્રમાં વિસ્તરતો જાય છે.

ડેટા, પ્રોસેસીંગ અને ઈન્ફર્મેશન

ડેટા (Data)

સંખ્યાઓ, તથ્યો ને આંકડાઓના સમૂહને ડેટા કહેવાય છે. ઉ.દા. રેયાને 1000 માંથી 812 માર્કેસ મેળવ્યા. ડેટા તેના મૂળ સ્વરૂપમાં બિનઉપયોગી છે. પરંતુ તેને બીજા કોઈ
ડેટાની સાથે સાંકળવામાં આવે તો તે ઉપયોગી નીવડે છે. રેયાને સારા માર્કસ મેળવ્યા પણ તેને બીજા વધુ ડેટાની સાથે જોડવામાં આવે ત્યારે જ તે ઉપયોગી કે તર્કસંગત બને છે. 

ઈન્ફર્મેશન (Information)

ડેટાના ઉપયોગથી તેના પર પ્રક્રિયા કરીને  ઉપયોગકર્તાને ઉપયોગી બને તેવું કંઈક તૈયાર કરવામાં આવે તેને ઈન્ફર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. કક્ષના ગુણ સાથે સરખાવતા જાણવા મળ્યું કે રેયાનના 812 માર્કસ કક્ષના 775 માર્કસની સરખામણીએ વધારે હતા. ઈન્ફર્મેશન તેના મૂળ સ્વરૂપમાં જ ઉપયોગી હોય છે. સામાન્ય રીતે ઈન્ફર્મેશન ડેટા પરથી મેળવવામાં આવે છે. પુસ્તક કે વસ્તુનો બારકોડ કે કે કયુઆર કોડ જેના દ્વારા તેની સંપૂર્ણ વિગત મેળવી શકાય છે.

ડેટા

ઈન્ફર્મેશન

આંકડા અને વિગતોનો સમૂહ

ગોઠવાયેલ અને માળખાકીય ડેટા

બિનઉપયોગી

હંમેશા ઉપયોગી

ઈન્ફર્મેશનમાં બદલી શકાય

ડેટા તરીકે ફરી ઉપયોગમાં લઈ શકાય

પ્રોસેસીંગ

ડેટા પર કરવામાં આવતું કાર્ય એટલે "પ્રોસેસ". જેમાં સરવાળો, બાદબાકી કે સરખામણી હોઈ શકે. પ્રોસેસીંગ બાદ ડેટાનું ઈન્ફર્મેશનમાં રૂપાંતર થાય છે. ઈન્ફર્મેશન પ્રાપ્ત કરવા માટે

નીચેના ત્રણ તબકકામાંથી પસાર થવું પડે છે.

  1. ડેટાને દાખલ કરવો 
  2. સૂચનાઓ પ્રમાણે ડેટા ઉપર પ્રોસેસ કરવી 
  3. પ્રોસેસ બાદ ઈન્ફર્મેશન પ્રાપ્ત કરવી 
ઘણી વખત એવું બને કે મેળવેલ ઈન્ફર્મેશન સચોટ રીતે ન મળી હોય તો ફરી તેને પ્રોસેસ કરવી પડે, આવા કિસ્સામાં ઈન્ફર્મેશન ને ફરી પ્રોસેસ કરવા માટે ડેટા તરીકે સ્વીકારીને ફરી પ્રોસેસમાં લઈ જઈ યોગ્ય ઈન્ફર્મેશન પ્રાપ્ત કરી શકાય. 
ઈન્ફર્મેશનનો ડેટા તરીકે ઉપયોગ કરી વધુ સચોટ ઈન્ફર્મેશન મેળવી શકાય છે. ડેટા ઉપર પ્રોસેસીંગ કર્યા બાદ ઈન્ફર્મેશન પ્રાપ્ત કરવાના સિધ્ધાંતને ઘ્યાનમાં લઈને કમ્પ્યૂટરની રચના કરવામાં આવી છે. કમ્પ્યૂટરની રચના આ ત્રણ ભાગને આધારિત હોય છે.
 
કમ્પ્યૂટર એટલે શું? 
ડેટા ઉપર પ્રક્રિયા કરીને ઈન્ફર્મેશન તૈયાર કરી આપતાં ઈલેકટ્રોનિક સાધનને કમ્પ્યૂટર કહે છે. 
Input - Process = Output
 Storage 
કમ્પ્યૂટરએ ખૂબજ ઝડપથી કાર્ય કરતી ઈલેકટ્રોનિક સંરચના છે. કમ્પ્યૂટર ગાણિતિક તેમજ તાર્કિક કાર્ય કરી શકે છે. કમ્પ્યૂટર તેની મૅમરીમાં ડેટા કે ઈન્ફર્મેશન તેમજ સૂચનાઓનો સંગ્રહ કરી તે મૂજબ કાર્ય કરે છે. કમ્પ્યૂટરએ એક પધ્ધતિ છે, જેને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. 
 
કમ્પ્યૂટર સંગ્રહ કરેલા ડેટાનું યોગ્ય રીતે અર્થઘટન કરી સંગ્રહ કરેલી સૂચનાઓના સમૂહ પ્રમાણે જ પ્રક્રિયા કરી સંગ્રહ કરતું તેમજ યોગ્ય ઈન્ફર્મેશન આપતું ખૂબજ ઝડપી કાર્ય કરતું ઇલેકટ્રોનિક સાધન છે.

કમ્પ્યૂટરની લાક્ષણિકતાઓ (Characteristics)

ઝડપ (Speed) : કમ્પ્યૂટર ખુબજ ઝડપી કાર્ય કરે છે. કમ્પ્યૂટર દાખલ કરેલ અનેક ઘણા ડેટાને એક સાથે અમલમાં મુકવાની ક્ષમતા ધરાવે છે. સમયાંતરે તેની ઝડપમાં વધારો તેની ટેકનોલોજીને આધારે મેળવી શકાયો છે.

ચોકસાઈ (Accuracy): કમ્પ્યૂટર ભૂલ કરતું નથી, પરંતુ જો સાચી સુચનાઓ આપેલી ન હોય ત્યારે ભૂલ થાય છે. આથી, કમ્પ્યૂટરમાં દાખલ કરવામાં આવતી સુચનાઓ કે ડેટા સાચો હોવો જરુરી છે.

એકસૂત્રતા (Consistency):
કમ્પ્યૂટર થાકી શકતું નથી, જેથી કાર્ય સારુ અને સતત પ્રાપ્ત થતુ રહે છે. કમ્પ્યૂટર પર કરવામાં આવતા કાર્યમાં એકસૂત્રતા જળવાય છે, જે માનવી દ્વારા શકય નથી.

સંગ્રહ (Storage) :કમ્પ્યૂટરની સૌથી મોટી ભેટ એ તેની સંગ્રહ શકિત છે, કમ્પ્યૂટરમાં દાખલ કરવામાં આવતા ડેટા અને ઈન્ફર્મેશનને જીવનભર સંગ્રહી તેમજ મેળવી શકાય છે.

વિવિધતા (Versatility) : કમ્પ્યૂટરની મૅમરીનો ઉપયોગ અલગ અલગ કાર્યો કરવા માટે અને અલગ અલગ યંત્રો તરીકે પણ કરી શકીએ છીએ. કમ્પ્યૂટરના ઉપયોગની વિવિધતા અનેક ક્ષેત્રે તેના કાર્યને અનુરૂપ કરવા માટે થાય છે. 
ઓટોમેશન (Automation): કમ્પ્યૂટરને કારણે દરેક જટિલ પ્રક્રિયા સ્વયં સંચાલિત રીતે કરવી શકય બની છે. કમ્પ્યૂટર ઑટોમેટિક મશીન તરીકે પણ કાર્ય કરી શકે છે.

ભરોસાપાત્ર (Reliable);
કમ્પ્યૂટર ભરોસાપાત્ર ઈલેકટ્રોનિક સાધનની સાથે લાબું આયુષ્ય ધરાવે છે. ખર્ચ (Cost) : કમ્પ્યૂટરની શરુઆતના અમલની કિંમત વધારે હોય પણ વ્યવહારની કિંમતમાં ક્રમશ ઘટાડો થાય છે.

કમ્પ્યૂટરની મર્યાદાઓ (Limitations)

કમ્પ્યૂટરના ફાયદાની સાથે તેની મર્યાદાઓ પણ રહેલી છે. પરંતુ તે ઉપયોગકર્તાના વલણ પર આધારિત હોય છે.

ડેટાની સત્યાર્થતા (Data Correction) : પ્રોસેસ કરીને ઈન્ફર્મેશનમાં રૂપાંતરિત કરવામાં આવતો ડેટા સામાન્ય રીતે સાચો જ હોય છે. પરંતુ, સંભવત્ આપવામાં આવતો ડેટા ભૂલ ભરેલો હોય તો પ્રોસેસના અંતે પ્રાપ્ત થતી ઈન્ફર્મેશન ખોટી મળે છે.

પ્રોગ્રામની સત્યાર્થતા (Program Correctness) : જો ડેટા સાચો હોય પરંતુ કમ્પ્યૂટરમાં ઉપયોગકર્તા દ્વારા બનાવેલ પ્રોગ્રામ ભૂલ ભરેલો હોય તો ઈન્ફર્મેશન ખોટી પ્રાપ્ત થાય છે. આમ પ્રોગ્રામ સાચો હોવો જરુરી છે. જેથી ડેટા મુજબ આઉટપુટ મેળવી શકાય.

અનુભવની પરિપકવતા (Experience) :
કમ્પ્યૂટર અનુભવે ઘડાતા નથી, કારણ કે તેનું કાર્ય અને તેની પધ્ધતિ સ્થિર હોય છે. 
 
વૈકલ્પિક વ્યવસ્થા (Alternative) : એક રીતે કાર્ય ન થાય તો વ્યકિત બીજી રીતે કાર્ય કરે છે, પરંતુ તે કમ્પ્યુટર દ્વારા શક્ય બનતું નથી.
 
વાતાવરણ (Environment) : કમ્પ્યૂટરને સ્વચ્છ અને વાતાનુકુલિત વાતાવરણમાં રાખવું ઈચ્છનીય હોય છે.
 
લાગણીશીલ નથી (Not emotional) : કમ્પ્યૂટરને લાગણી કે ભાવ હોતો નથી. તે માનવની જેમ જ્ઞાન કે અનુભવના આધારે નિર્ણય લઈ શકતા નથી.

વૈચારિક શકિત (Computer cannot think) : કમ્પ્યૂટર વિચારી શકતું નથી, પરંતુ જે રીતે અને જે ક્રમ અનુસાર સૂચનાઓ આપી હોય તેજ પ્રમાણે તે કાર્ય કરે છે.

કમ્પ્યૂટર જનરેશન (Generations)

કમ્પ્યૂટરનો વિકાસ ઈલેકટ્રોનિકસ શાખામાં થતા જુદા જુદી તબકકાઓ પ્રમાણે થયો તેને કમ્પ્યૂટર જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યૂટરના વિકાસના તબકકાઓ ને મુખ્યત્વે પાંચ જનરેશનમાં વહેચવામાં આવે છે, જે ઈલેકટ્રોનિકસ અને કમ્યૂનિકેશનમાં થતાં સંશોધન અને વિકાસને આધારિત છે.
 
પ્રથમ જનરેશન
  • કિંમત ખૂબ ઉંચી, ખૂબ વિશાળ, વજનમાં ભારે, વધારે વીજશકિતનો વપરાશ તેમજ વધુ ગરમી ઉત્પન્ન કરતા હતા.
  • વેંકયુમ ટયુબ આધારિત
  • ઈનપુટ તરીકે પંચકાર્ડ
  • આઉટપુટ તરીકે પંચકાર્ડ અને પેપર
  • બાહય સંગ્રાહક તરીકે મેગ્નેટિક ટેપ • મશીન અને એસેમ્બલી લેગ્વેજનો
  • મિલિટરી કાર્યમાં ઉપયોગી
ઉ.દા. UNIVAC-I, IBM MARK
બીજા જનરેશન
  • થોડા ઝડપી, કિંમતમાં મધ્યમ, ઓછા વિશાળ, વજનમાં મધ્યમ, પ્રમાણમાં ઓછી વીજશકિતનો વપરાશ તેમજ ઓછી ગરમી ઉત્પન્ન કરતા. 
  • ટ્રાન્ઝિસ્ટર આધારિત
  • ઈનપુટ તરીકે પંચકાર્ડ અને મેગ્નેટિક ટેપ
  • આઉટપુટ તરીકે પંચકાર્ડ અને પેપર
  • સંગ્રાહક તરીકે મેગ્નેટિક કોર, મેગ્નેટિક ડિસ્કની શરૂઆત 
  • હાયર લેવલ લેગ્વેજ : FORTRAN, COBOL, BASIC
ઉ.દા.. IBM 1401, HONEYWELL 200
ત્રીજા જનરેશન
  • ઝડપી. કિંમતે સસ્તા, નાના અને વજનમાં હલકા, ઓછી વીજશકિતનો વપરાશ તેમજ ખુબજ ઓછી ગરમી ઉત્પન્ન કરતા.
  • ઈન્ટિગ્રેટેડ સર્કિટ (IC) આધારિત
  • આઉટપુટ તરીકે મૉનિટર
  • સંગ્રાહક તરીકે ડિસ્ક સ્ટોરેજ
  • ઑપરેટિંગ સિસ્ટમનો અમલ મિનિ કમ્પ્યૂટરનો ધંધાકીય હેતુ માટેના ઉપયોગની શરૂઆત
  • ઉચ્ચ હાયર લેવલ લેગ્વેજનો અમલ
ઉ.દા. IBM 160/370, Barrogh 5700/6700/7700. 
ચોથી જનરેશન
  • IC આધારિત LSI, VLSI તકનિકથી બનાવેલ
  • ખુબજ નાની સાઈઝ
  • ઈનપુટ તરીકે કી-બોર્ડ આઉટપુટ તરીકે મૉનિટર
  • બાહય સંગ્રાહક તરીકે મેગ્નેટિક ડિસ્ક
  • માઈક્રો કમ્પ્યૂટરની શરૂઆત
  • લેંગ્વેજ, સિસ્ટમ અને એપ્લિકેશન સૉફ્ટવેરમાં ઉપયોગ
ઉ.દા. IBM, COMPAQ,HP
પાંચમી જનરેશન
  • AI અને એકસપર્ટ સિસ્ટમ આધારિત નવા યુગના કમ્પ્યૂટર
  • કોઈ ચોકકસ ઘટના, સાધનો, ઈન્ફર્મેશન તેમજ વિગતોને શોધી
  • તે ક્ષેત્ર વિશે સંકળાયેલ પ્રશ્નોનો ઉકેલ શોધવા માટે.

કમ્પ્યૂટરનું વર્ગીકરણ (Classification) કમ્પ્યૂટરનું વર્ગીકરણ તેની કિંમત, સંગ્રહશકિત અને તેની કાર્યશકિતને અનુલક્ષીને કરવામાં આવે છે. આજે વર્ગીકરણ પ્રત્યે જે અભિગમ લેવામાં આવે છે, તે રીતે કમ્પ્યૂટરને નીચે પ્રમાણે વહેંચી શકાય.

* સાઈઝ આધારિત



1. માઇક્રો કમ્પ્યૂટર (Micro Computer)
બહોળા પ્રમાણમાં વપરાતા અને ઉપયોગી કમ્પ્યૂટર તરીકે માઈક્રો કમ્પ્યૂટર પ્રચલિત છે. માઈક્રો કમ્પ્યૂટરને નીચેના વિવિધ પ્રકારમાં વહેચી શકાય.
  • પર્સનલ કમ્પ્યૂટર
  • વર્કસ્ટેશન
  • પોર્ટેબલ કમ્પ્યૂટર લેપટોપ અને નોટબુક પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ
પર્સનલ કમ્પ્યૂટર (PC)
સામાન્યપણે અંગત કાર્ય માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યૂટરને પર્સનલ કમ્પ્યૂટર (PC) તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય વપરાશમાં વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, ડેટાબેઝ અને ઈન્ટરનેટ ઉપરના રોજબરોજના કાર્યો સરળતાથી કરી શકાય તે હેતુ માટે આ કમ્પ્યૂટરનો વપરાશ સામાન્ય રીતે થાય છે. આ કમ્પ્યૂટર વધુ ઝડપી, કિંમતમાં સસ્તા અને ઑફિસ તેમજ ઘર વપરાશના કાર્યમાં લઈ શકાય તે પ્રકારના હોય છે. આ કમ્પ્યૂટર નેટવર્કની સાથે જોડી શકાય તેવા સુસંગત હોય છે.
ઉ.દા. Compaq, HP, IBM

વર્કસ્ટેશન, (workstation)
પર્સનલ કમ્પ્યૂટર જેવા જ પરંતુ કાર્યક્ષમતાની રીતે વધુ કાર્યક્ષમ હોય છે. વર્કસ્ટેશનનો ઉપયોગ એન્જિનિયર, સાયન્ટિસ્ટ કે પ્રોફેશનલ લોકો કરતા હોવાથી તેમના કાર્યને ઝડપી બનાવવા માટે તેની મૅમરી કે પ્રોસેસરને વધુ કાર્યક્ષમતા આપી શકે તેવા બનાવવામાં આવે છે. વર્કસ્ટેશન, કમ્પ્યૂટરના આંતરિક જોડાણોમાં વપરાતા હોવાથી તે અન્ય કમ્પ્યૂટરની સાથે માહિતીનું આદાન પ્રદાન કરી શકે તેવા કાર્યક્ષમ હોય તે જરૂરી છે. પરંતુ, વર્કસ્ટેશન અને પર્સનલ કમ્પ્યૂટર વચ્ચેનો ભેદ હવે ખુબ ઓછો રહયો છે. ઉ.દા. SUN, HP, IBM.

પોર્ટેબલ કમ્પ્યૂટર (Portable Computer)


પર્સનલ કમ્પ્યૂટરની ઉપયોગિતા અને જરૂરિયાતના કારણે માઈક્રો કમ્પ્યૂટરને સરળતાથી હાથમાં રાખીને ફરી શકાય તે હેતુસર પોર્ટેબલ કમ્પ્યૂટરની રચના કરવામાં આવી તેને લેપટોપ અને નોટબુક કમ્પ્યૂટરના નામે ઓળખવામાં આવે છે. પોર્ટેબલ કમ્પ્યૂટરનો ઉપયોગ સેલ્સ મેનેજરો, જર્નાલિસ્ટ કે એનાલિસ્ટ જેવા નિર્ણયકર્તા વર્ગના ઉપયોગકર્તાઓમાં વધુ પ્રમાણમાં થવા લાગ્યો છે. ઉ.દા. IBM Thin pad, HP, IBM, TOSHIBA.

નોટબુક

પામટોપ

લેપટોપ

પર્સનલ ડિજિટલ આસિસટન્સ (PDA)

પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ (PDA) હથેડીમાં સમાવી જાય તેવું નાનુ એવું સ્માર્ટ કમ્પ્યૂટર છે. આ કમ્પ્યૂટર પેન ઈનપુટ તરીકે, ઑર્ગેનાઈઝર ટૂલ અને કમ્પ્યુનિકેશન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ નાનકડા કમ્પ્યૂટરની ઉપયોગિતાના કારણે સેલ્સમેન અને સામાન્ય વ્યકિત તેના રોજ બરોજના કાર્યો અને શીડયુઅલની નોંધ રાખી શકે છે. આજે તે સ્માર્ટ ફોન તરીકે પણ ઓળખાય છે. ઉ.દા. Apple's, Android

2. મિનિ કમ્પ્યૂટર (Mini Computer)

મિનિ કમ્પ્યૂટરએ મધ્યમ રેન્જના કમ્પ્યૂટર તરીકે ઓળખાય છે. પહેલા તે ચોકકસ પ્રકારના મેઈન ફ્રેમ કમ્પ્યૂટર તરીકે બનાવવામાં આવ્યા હતા. મિનિ કમ્પ્યૂટરનો ઉપયોગ મૅન્યૂફેકચરિંગ યુનિટમાં એક કન્ટ્રોલ ડિવાઈસ તરીકે થતો હતો, પરંતુ તેનો ઉપયોગ પાછળથી ડિસ્ટ્રિબ્યુટેડ ડેટા પ્રોસેસીંગ તરીકે પણ થવા લાગ્યો. માઈક્રો કમ્પ્યૂટરની વધુ ઉપયોગિતાના કારણે તે વધુને વધુ કાર્યક્ષમ થતાં ગયા જેના કારણે મિનિ કમ્પ્યૂટર વચ્ચેની ગઈ. મિનિ કમ્પ્યૂટરનો ઉપયોગ હાલ એન્ડ યુઝર તરીકે થાય છે. આમ, એકથી વધુ ડેટાના પ્રોસેસ માટે મિનિ કમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે. ઉ.દા. Supermini, VAX by Digital. 

3.મેઈન ફ્રેમ (MAIN FRAME )
 
મેઈન ફ્રેમ કમ્પ્યૂટરએ એક સાથે અસંખ્ય પ્રોગ્રામના સુચનાગણને ગણત્રીની સેકન્ડમાં અમલમાં મુકી પ્રક્રિયા કરે છે. ખુબજ મોટી કંપનીઓમાં આ કમ્પ્યૂટર એક મોટી રૂમ જેટલી જગા રોકે છે અને તેનો ઉપયોગ વિશાળ ડેટાને પ્રોસેસ કરવા માટે થાય છે. મેઈન ફ્રેમનો ઉપયોગ ઈન્સ્યોરન્સ કંપનીઓ, ઈન્કમટેકસ્ટ ડિપાર્ટમેન્ટ, રેલ્વે રિઝર્વેશન વગેરે માં વિશાળ ડેટા પર પ્રક્રિયા અને ઝડપી પરિણામ પ્રાપ્ત કરવા માટે થાય છે. ઉ. દા. IBM S/390.

4. સુપર કમ્પ્યૂટર (Super computer)

સુપર કમ્પ્યૂટરએ ખુબ જ ઝડપથી કાર્ય કરતી કમ્પ્યૂટર રચના છે. માઈક્રો કમ્પ્યૂટરએ માઈક્રો સેકન્ડમાં ગણતરી કરે છે, જયારે સુપર કમ્પ્યૂટરએ નેનો કે પીકો (10 - 102) સેકન્ડમાં ગણતરી કરી શકે છે. આમ, તે માઈક્રો કમ્પ્યૂટર કરતાં એક હજારથી એક મિલિયન ગણા વધારે ઝડપથી કાર્ય કરી શકે છે. સુપર કમ્પ્યૂટરનો ઉપયોગ સરકારી ક્ષેત્રે થાય છે, જયાં વિશાળ ડેટાને ખુબજ ઝડપી અમલમાં મુકવાની જરૂરિયાત હોય છે. ઉદાહરણ તરીકે હવામાનની આગાહી, ઈંધણની ચકાસણી, રોકેટ સંશોધન, સિમ્યુલેશન.

સુપર અને મેઈન ફ્રેમ કમ્પ્યૂટર વચ્ચેનો મુખ્ય તફાવતમાં સુપર કમ્પ્યૂટર તેના કેટલાક પ્રોગ્રામને એક સાથે પ્રક્રિયા કરી ઝડપી બનાવે છે, જયારે મેઈન ફ્રેમ બધાજ પ્રોગ્રામને વારાફરતી અમલમાં મુકતું હોવાથી સરખામણીમાં ઓછુ ઝડપી હોય છે. સુપર કમ્પ્યૂટર અનેક પ્રોસેસર પર સંકલિત થઈ ને પૅરેલલ કાર્ય કરે છે. ઉ.દા. Y-MP/C90, PARAM.

કાર્ય આધારિત




એનાલોગ કમ્પ્યૂટર એ ડેસિમલ પઘ્ધતિથી આંકડાકિય અને તાર્કિક ધોરણે ડેટાના અર્થઘટન અને તેની પ્રક્રિયાને અમલમાં મુકે છે. દા.ત. સ્પીડોમીટર, સિસ્મોગ્રાફ

ડિજિટલ કમ્પ્યૂટર એ બાયનરી પધ્ધતિથી આંકડાકિય અને તાર્કિક ધોરણે ડેટાના અર્થઘટન અને તેની પ્રક્રિયાને અમલમાં મુકે છે. દા.ત. અંગત કમ્પ્યૂટર

હાઈબ્રીડ કમ્પ્યૂટર એ એનાલોગ અને ડિજિટલ કમ્પ્યૂટરનો સમન્વય હોય છે. દા.ત. હોસ્પીટલમાં વપરાતા ઈસીઝી, સીઆરઓ મશીન.

હેતુ આધારિત




જનરલ પરપઝ કમ્પ્યૂટરએ આદેશો અને પ્રોગ્રામના બદલાવને આધિન રહીને જરૂરિયાત મુજબના પ્રશ્નોના સમાઘાન માટે વપરાય છે. દા.ત. ગણતરીઓ, એકાઉન્ટ,.. સ્પેશીયલ પરપઝ કમ્પ્યૂટરએ ચોકકસ પ્રકારના અનન્ય પ્રશ્નોના સમાઘાન માટે વપરાય છે. દા.ત. મલ્ટિ મિડિયા, એરક્રાફટ,...

કમ્પ્યૂટરના ઉપયોગો (Usages of Computer)

હાલના ટેકનોલોજી યુગમાં કમ્પ્યૂટરનો ઉપયોગ એક આવશ્યક અંગ તરીકે થાય છે. કમ્પ્યૂટરને દરેક કાર્ય સાથે જોડી તે કાર્ય કમ્પ્યૂટર દ્વારા કે તેની મદદથી કરવામાં આવે છે, તે ક્ષેત્રો આ મુજબ છે.

ક્ષેત્રે સરકારી (Government), કેળવણી ક્ષેત્રે (Education), વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે (Scientific Research), સામાજિક Computer સંશોધન (Social Research), વેપાર-વાણિજય (Business & Commerce), બેકિંગ (Banking), અવકાશ ક્ષેત્રે (Space Science), વીમા ક્ષેત્રે (Insurance), ઔદ્યોગિક ક્ષેત્રે (Industrial field), વિદ્યુત ક્ષેત્રે (Electricity Board), મુદ્રણ કાર્ય (Printing), તબીબી શાસ્ત્ર (Medical), વાહનવ્યવહાર ક્ષેત્રે (Travel & Transportation), દૂરસંચાર ક્ષેત્રે (Telephone), ગ્રંથાલય (Library), વહીવટી તંત્ર (Administrative), ઈજનેરી ડિઝાઈન ક્ષેત્રે (Engg Design)



FIRST PAGE DESIG IN MS WORD 2007