કમ્પ્યૂટરને એક પધ્ધતિ તરીકે મુખ્ય ત્રણ તબકકાઓમાં વહેંચી શકાય છે.
1. ઈનપુટ એકમ
2. સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ
ડેટા અને યોગ્ય સૂચનાઓના સમૂહને ઈનપુટ કહેવામાં આવે છે. ઈનપુટ એકમની મદદથી ડેટા ને પ્રોસેસીંગમાં મોકલી શકાય છે. ઈનપુટ એકમમાં ડેટા મેળવવામાં આવે છે, જેથી તેની પર જરૂરી પ્રક્રિયા અમલમાં મુકી શકાય. ઈનપુટ એકમો દ્વારા વ્યકિત અને કમ્પ્યૂટર વચ્ચે સીધો સંપર્ક ચુંબકીય રીતે ડેટાનો સંગ્રહ કરવામાં આવે છે અને પછી કમ્પ્યૂટર તે ડેટાને મેળવે છે. કી-બોર્ડ એકમ પરથી કમ્પ્યૂટરને ડેટા સીધો જ મોકલી શકાય છે. હાલના સમયમાં ઈનપુટ એકમ તરીકે માઉસ કે લાઈટ પેન જેવા અનેક ડિવાઈસનો ઉપયોગ અનેક રીતે ડેટા કે આદેશને સીધા જ કમ્પ્યૂટરમાં દાખલ કરવા માટે થાય છે.
CPU કમ્પ્યુટરનું મગજ છે અને તેના મુખ્ય અંગો.....
- અંકગણિત અને તાર્કિક એકમ (ALU)
- રજિસ્ટર (Register )
- નિયંત્રણ એકમ (Control Unit )
- મુખ્ય અને ગૌણ મમરી (Main & Auxiliary Memory)
- આંતરિક કનેકશન (Internal Connection)
CPU ડેટાને મેમરીમાં યોગ્ય સ્થાન સંગ્રહ કરી સૂચનાઓના સમૂહ મુજબ દરેક પ્રક્રિયા પર નિયંત્રણ રાખી એક પછી એક સૂચનાઓને ક્રમાનુસાર લઈ અર્થઘટન કરી ડેટા પર ગાણિતિક કે તાર્કિક પ્રક્રિયા કરી આવેલ પરિણામને જરૂરી હોય નો સંગ્રહ કરી આઉટપુટ એકમ પર મોકલી આપવાનું કાર્ય કરે છે.
અંકગણિત અને તાર્કિક એકમ (ALU)
CPU કમ્પ્યૂટર માટે હ્રદય અને મગજ બન્નેનું કાર્ય કરતું હોવાથી તે ખુબજ અગત્યનું અંગ છે. આપણે જયારે કોઈ ગણતરી કરીએ ત્યારે પ્રથમ તેને મગજમાં યાદ રાખીએ છીએ. આજ ઘટના કમ્પ્યૂટરના CPU માં થાય છે. સૌ પ્રથમ કમ્પ્યૂટર ગણતરી માટેના ઈનપુટ ડેટાને પોતાની મેમરીમાં યાદ રાખે છે. ત્યારબાદ કઈ ગણતરી પહેલા કરવી અને કઈ પછી કરવી તે CPU પોતે નકકી કરે છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગાણિતીય પ્રક્રિયાઓ કમ્પ્યૂટરના ALU માં થાય છે. ALU માં વિવિધ પ્રકારની ગણતરીઓ તથા સરખામણી કરવામાં આવે છે. ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ પરિણામને મુખ્ય મૅમરીમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી તેને આઉટપુટ એકમમાં મોકલવામાં આવે છે. આધુનિક કમ્પ્યૂટર જુદીજુદી ઈલેકટ્રોનિકસ રચના દ્વારા થતુ હોવાના કારણે ગણતરીઓ ખુબજ ઝડપથી થાય છે.
રજિસ્ટર (Register)
ઈનપુટ એકમમાંથી મુખ્ય મેમરીમાં ડેટા મોકલ્યા બાદ ડેટો પર અંકગણિત અને તાર્કિક પ્રક્રિયાઓ કરવા માટે AU4. એકમમાં મુકવામાં આવે છે. આ એકમમાં થતી અંકગણિત અને તાર્કિક પ્રક્રિયા માટે કામચલાઉ સંગ્રહ અને પ્રક્રિયક તરીકે રજિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આમ, રજિસ્ટરએ બકુર એકમ તરીકે ખુબજ ઉપયોગી અંગ છે.એકયુમ્યુલેટર એ મુખ્ય રજિસ્ટર છે. રજિસ્ટરના પ્રકારો Accumulator(AC}, Data Register (DR), Address Register(AA), Program Counter (PC), Memory Data Register (MDR), Index Register(IR), Memory Buffer Register (MBR) છે.
નિયંત્રણ એકમ (Control Unit)
નિયંત્રણ એકમ કમ્પ્યુટરમાં એક વડા તરીકે વર્તે છે. તે કમ્પ્યુટર દ્વારા અમલમાં મુકાતી વિવિધ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી તે મુજબ કાર્ય કરવા માટે આદેશ આપે છે તેમજ અન્ય ભાગનું નિયંત્રણ પણ કરે છે. ડેટાની જયારે જરૂર હોય ત્યારે ઈનપુટ એકમને સુચનાઓ આપે છે. ALU ને કાર્ય કરવા સુચના આપે છે કે કઈ પ્રક્રિયા કયારે કરવાની છે. આઉટપુટ એકમને પરિણામ મોકલવા પણ આદેશ આપે છે. નિયંત્રણ એકમ પોતે કશું કરતુ નથી, પરંતુ કમ્પ્યૂટરના બધા ભાગને કાર્યરત બનાવી તેના પર નિયંત્રણ રાખે છે. ALU માં થતી પ્રક્રિયા પરનું નિયંત્રણ કન્ટ્રોલ યુનિટ દ્વારા થાય છે. કમ્પ્યૂટરમાં કોઈ ડેટા અને સૂચનાઓ દાખલ કરવામાં આવે ત્યારે બધી જ માહિતી સૌ પ્રથમ મુખ્ય મેમરીમાં અને પછી CPU ના કન્ટ્રોલ યુનિટમાં દાખલ થાય છે. મેમરીમાં દાખલ થયેલી માહિતી માંથી કઈ સુચનાને પ્રથમ ALU માં દાખલ કરવી તે નકકી કરવાનું કાર્ય કન્ટ્રોલ યુનિટ વરા આપેલી સુચના મુજબ થાય છે. ALU માં તૈયાર પરિણામો મેમરીમાં મોકલવા અને કયા પરિણામને ALU માં કયારે દાખલ કરવા તે સમગ્ર કાર્ય કંન્ટ્રોલ યુનિટ દ્વારા આપવામાં આવેલી સુચના પ્રમાણે કરવામાં આવતું હોય છે.
મુખ્ય મૅમરી (Main Memory)
મુખ્ય મૅમરી માં ડેટાને સંગ્રહવામાં આવે છે, જેથી કમ્પ્યૂટર તેની ઉપર પ્રક્રિયા કરી આઉટપુટમાં દર્શાવી શકે. મુખ્ય મેમરીના મહદ અંશે ચાર ઉપયોગ છે.
૧.ઈનપુટ સ્વરૂપે મેળવેલ ડેટાનો સંગ્રહ મુખ્ય મૅમરીમાંકરવામાં આવે છે. જેથી ડેટા પર પ્રક્રિયા કરી શકાય.
૨.કમ્પ્યૂટરને કામચલાઉ ગણતરી કે પરિણામ સંગ્રહવા માટે મુખ્ય મેમરીની જરૂર પડે છે.
૩. ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ પરિણામને આઉટપુટ એકમ પર મોકલતા પહેલા તેને મુખ્ય મૅમરીમાં સંગ્રહવામાં આવે છે. ડેટા પર જે પ્રક્રિયા કરવાની હોય તે સૂચવતો સુચનાગણ મુખ્ય મૅમરીમાં સંગ્રહવામાં આવે છે.
૪. ડેટા પર જે પ્રક્રિયા કરવાની હોય તે સૂચવતો સુચનાગણ મુખ્ય મૅમરીમાં સંગ્રહવામાં આવે છે.
ગૌણ સ્મૃતિ (Auxiliary Memory)
મુખ્ય મૅમરી સિવાય કમ્પ્યૂટર ગૌણ મમરી પણ ધરાવતા હોય છે. જે ડેટા પર પ્રક્રિયા કરવાની હોય તે મુખ્ય મૅમરીમાં સંગ્રહવા જરૂરી છે. પરંતુ જે ડેટા પર પ્રક્રિયા કરવાની ન હોય તેને ગૌણ મેમરીમાં સંગ્રહવામાં આવે છે. ગૌણ મૅમરી એકમો CPU સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જોડાયેલા હોય છે. તે કમ્પ્યૂટરની માહિતીને કાયમી ધોરણે સંગ્રહવા માટે વપરાતા હોય છે.
આંતરિક કનેકશન (Internal Correctlon )
CU માં રહેલ વિવિધ ડિવાઈસ જેવા કે ALU, નિયંત્રણ એકમ, મૅમરીને વિવિધ પેરીફેરલ ડિવાઈસ જેવા કે મૉનિટર, પ્રિન્ટર, મલ્ટિ મિડિયાના જોડાણને ઈન્ટરફેસ કહેવામાં આવે છે. ઈન્ટરફેસ બે પ્રકારના હોય છે.
સિરિયલ ઈન્ટરફેસ (SI)
એક વાયરના માધ્યમ દ્વારા બીટને = = વારાફરતી એક ડિવાઈસથી અન્ય ડિવાઈસ સુધી ટ્રાન્સમીટ કરે છે.
તેથી સિરિયલ ઈન્ટરફેસ ખુબ ધીમું હોય છે.
પેરેલલ ઈન્ટરફેસ (PI)
પેરેલલ ઈન્ટરફેસએ એકથી વધુ 4,8,16,32 કે 64 તેથી વધુ રસ્તાના માધ્યમ દ્વારા બીટને એક સાથે ટ્રાન્સમીટ કરે છે. તેથી પેરેલલ ઈન્ટરફેસ ખુબજ ઝડપી હોય છે.
આઉટપુટ (Output Device)
પ્રોસેસીંગ યુનિટ દ્વારા તૈયાર થયેલ પરિણામને આઉટપુટ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. કમ્પ્યૂટર દ્વારા નિર્માણ પામેલ પરિણામને આઉટપુટ એકમ રજુ કરે છે. CPU પાસેથી મશીન લેન્ગ્વેજમાં રહેલ પરિણામને તે ઉપયોગકર્તા દ્વારા સમજી શકાય તેવા સ્વરૂપમાં ફેરવીને રજુ કરે છે. અહીં શકય છે કે કોઈ આઉટપુટ એકમ પરિણામ મેળવી તેને અન્ય કમ્પ્યૂટર કે પ્રક્રિયા માટે ઈનપુટ સ્વરૂપે મોકલનું હોય. ડ્રાઈવ, ડિસ્ક વગેરેમાં પણ આઉટપુટ ડેટાનો સંગ્રહ કરવામાં આવે છે. આઉટપુટ બે સ્વરૂપે ઉપલબ્ધ હોય છે.
સૉફટ (Soft): મૉનિટર કે પ્રોજેકટર દ્વારા દર્શાવી શકાય તેમજ ડિસ્ક ઉપર સંગ્રહી પણ શકાય છે.
હાર્ડ (Hard) : આ પેપર ઉપર નકલ તૈયાર કરવા માટે પ્રિન્ટર કે પ્લોટરનો ઉપયોગ કરવામાં આવે છે.
CPU અને મૅમરી કેવી રીતે કાર્ય કરે?
- બે નંબરને કમ્પ્યૂટરમાં દાખલ કરી તેનો સરવાળો કરવા માટેની કાર્યપધ્ધતિ કમ્પ્યૂટરના CPU અને મૅમરી વડે કઈ રીતે થશે તે નીચેના સ્ટેપ પ્રમાણે જોઈએ.
- પ્રથમ સ્ટેપને અનુસરવા માટે કન્ટ્રોલ યુનિટ દ્વારા પ્રોગ્રામને મૅમરીમાંથી લોડ કરવામાં આવશે.
- પ્રોગ્રામ દ્વારા યુઝરને પ્રથમ નંબર દાખલ કરવા માટે સુચના આપવામાં આવશે.
- યુઝર કી-બોર્ડની મદદથી પ્રથમ નંબર તરીકે 10 કિંમતને દાખલ કરશે જેની ઈલેકટ્રોનિક સિગ્નલ CPU ને મોકલવામાં આવશે.
- કન્ટ્રોલ યુનિટ આ સિગ્નલને મૅમરીમાં કોઈ ચોકકસ એડ્રેસ ઉપર સંગ્રહ કરશે. (દા.ત. 7000 હેકઝા ડેસિમલ લૉકેશન પર)
- આ સુચનાના અમલ બાદ યુઝરને બીજો નંબર દાખલ કરવા માટે સુચના આપવામાં આવશે.
- યુઝર કી-બોર્ડની મદદથી બીજા નંબર તરીકે 20 કિંમતને દાખલ કરશે જેની ઈલેકટ્રોનિક સિગ્નલ CPU ને મોકલવામાં આવશે.
- કન્ટ્રોલ યુનિટ ફરી આ સિગ્નલ મૅમરીમાં કોઈ બીજા ચોકકસ એડ્રેસ ઉપર સંગ્રહ કરશે. (દા.ત. 7001 હેકઝાડેસિમલ લોકેશન પર) હવે બે સંખ્યાના સરવાળા માટેની સુચનાનો અમલ કરવા જણાવશે.
- આ સુચના પ્રમાણે કન્ટ્રોલ યુનિટ, આવેલ બે નંબરનો સરવાળો કરવા માટે ALU ને જણાવશે જે મૅમરી એડ્રેસ પરથી ડેટા 10 (7000) અને 20 (7001) ને સ્વીકારશે.
- ALU દ્વારા બે નંબરના સરવાળાની પ્રક્રિયા (10+20=30) થશે.
- કન્ટ્રોલ યુનિટ મેળવેલ પરિણામ 30 ને મૅમરીમાં એડ્રેસ 7002 હેકઝા ડેસિમલ લૉકેશન પર) પર મોકલશે.
- હવે પ્રોગ્રામ દ્વારા પરિણામને પ્રિન્ટ કરવા માટેનો આદેશ આપશે.
- કન્ટ્રોલ યુનિટ મૅમરી એડ્રેસ 7002 પરના ડેટા 30 ને મૉનિટર પર દર્શાવવા માટેનો આદેશ કરશે.
- મૉનિટર પરિણામ સ્વરૂપ ૩૦ કિંમતને સ્ક્રીન ઉપર દર્શાવશે.
- અંતમાં, પ્રોગ્રામના અંતની સિગ્નલનો અમલ થતા પ્રોગ્રામ પુરો થશે.
કમ્પ્યૂટર સિસ્ટમ
સિસ્ટમ એટલે જદાજુદા ભાગો મળી ને તૈયાર થાય તેને કહેવામાં આવે છે. જેમકે, મ્યુઝિક સિસ્ટમ જેમાં ઓડિયો, રેડિયો, વિડિયો અને એમ.પી.3 જેવી અલગ અલગ સિસ્ટમને એક સિસ્ટમ તરીકે યુનિટના ભાગરૂપ લેવામાં આવે છે. કમ્પ્યૂટર સિસ્ટમમાં પણ તેના જુદાજુદા ભાગોને એક સિસ્ટમના ભાગરૂપ જોડવામાં આવે છે. કમ્પ્યૂટર સિસ્ટમ ચાર ભાગમાં વહેચવામાં આવે છે.
1) હાર્ડવેર (Hardware)
કમ્પ્યૂટર હાર્ડવેર એટલે કે ઈલેકટ્રોનિક સંરચના જેની મદદથી કમ્પ્યૂટર સિસ્ટમની રચના થાય છે. આ ઈલેકટ્રોનિક સાધનો, સિસ્ટમ ઘટકો, ઈનપુટ અને આઉટપુટ સાધનો જેવા કે કી-બોર્ડ, પ્રિન્ટર વગેરે ભૌતિક વસ્તુઓ જેને જોઈ શકાય, ઓળખી શકાય અને અડી શકાય તેને કમ્પ્યૂટર હાર્ડવેર કહેવામાં આવે છે. કમ્પ્યૂટર હાર્ડવેર તરીકે કમ્પ્યૂટરમાં વપરાતી વિવિધ ઈલેકટ્રોનિક સર્કિટો જેવી કે પાવર સપ્લાય, મધરબોર્ડ, માઉસ, કી-બોર્ડ, મૉનિટર જેવી ઈલેકટ્રિક, મેગ્નેટિક, મિકેનિકલ કે સંકલિત સર્કિટ હોય છે.
2) સૉફ્ટવેર (Software)
કમ્પ્યૂટરમાં વિવિધ કાર્યો અને ઉકેલ મેળવવા માટે તૈયાર કરવામાં આવતા પ્રોગ્રામો, સુચનાઓ કે માહિતીના સમૂહને કમ્પ્યૂટર સોફટવેર કહે છે. કેટલાક મૂળભૂત પ્રોગ્રામો કે જેની મદદથી સમગ્ર કમ્પ્યૂટર સિસ્ટમનું સંચાલન કરવા માટે વપરાતી ઑપરેટિંગ સિસ્ટમ, વિવિધ કમ્પ્યૂટરની ભાષાઓ અને એપ્લિકેશન પેકેઝીસ જેવા કે વર્ડ, એકસેલ, એકસેસ વગેરેને કમ્પ્યૂટર સોફટવેર કહેવામાં આવે છે.
૩)લાઈવવૅર (Liveware)
કમ્પ્યૂટરમાં વિવિધ કાર્યો અને ઉકેલ મેળવવા માટે વિવિધ પ્રોગ્રામોને કમ્પ્યૂટર દ્વારા ચલાવી સચોટ ઉકેલ મેળવવામાં આવે છે. આ ઉકેલ માટે યોગ્ય ડેટા કે કમાન્ડ યુઝર દ્વારા કમ્પ્યૂટરમાં દાખલ કરવામાં આવે છે. આમ, યુઝરે કમ્પ્યૂટર સાથે કાર્ય કરવા માટે એક મધ્યસ્થીનું કાર્ય કરવું પડે છે. કમ્પ્યૂટરને ડેટા કે સુચનાગણ આપવાનું કામ કરે તેને લાઈવવૅર તરીકે ઓળખવામાં આવે છે.
4) ફર્મવેર (Firmware)
ફર્મવેર એ હાર્ડવેરને કેવી રીતે ચલાવવું તેની સૂચના આપે છે. તે નોર્મલ સૉફટવેર જેવું નથી. ફર્મવેર એ એન્ડ યુઝર દ્વારા બદલી કે કાઢી શકાતું નથી પણ અપડેટ કરી શકાય છે. ફર્મવેરએ સામાન્ય રીતે હાર્ડવેર ઉપકરણમાં ફલેશ ROM માં સંગ્રહ થાય છે, ફર્મવેરએ ઉચ્ચસ્તરના સૉફ્ટવેર તરીકે ડિઝાઈન કરવામાં આવે છે, તે હાર્ડવેરના ઉપકરણને બદલ્યા વગર અપડેટ કરી શકાય છે. આ પ્રકારના સૉફ્ટવેર હાર્ડવેર સાથે સંકળાયેલા હોવાથી તે ફર્મવેર તરીકે ઓળખાય છે. આમ સૉફ્ટવેરએ હાર્ડવેરના વપરાશમાં ઉપયોગી થાય છે, જે ડેટાનું આદાનપ્રદાન કરવામાં ઉપયોગી બને છે, તે હાર્ડવેર બનાવતી કંપની બનાવે છે. ઉદા.. કી-બોર્ડ, હાર્ડડ્રાઈવ, BIOS, વિડિયો કાર્ડ વોશિંગ મશીન, ટ્રાફિક લાઈટ, ડિજિટલ કેમેરા વગેરેના ઉપયોગી સૉફ્ટવેર.
બસ (Bus)
બસના ચાર પ્રકાર હોય છે. ડેટા, એડ્રેસ, એક્સપાન્શન અને કન્ટ્રોલ બસ.CPU ડેટા, આદેશ કે માહિતી જયારે કમ્પ્યૂટરના અન્ય ઘટકો આંતરિક કે બાહય જેવાકે ઈનપુટ કે આઉટપુટને મોકલે છે તે પાથ કે રસ્તાઓ સિગ્નલના સમૂહરૂપે બસ તરીકે ઓળખાય છે. બસ એટલે આંતરિક જોડાણ માટે વપરાતા વાયરોનો સમૂહ. કમ્પ્યૂટર બસએ આંતરિક અને બાહય એમ બે પ્રકારના હોય છે. આંતરિક બસએ કમ્પ્યૂટરના મઘરબોર્ડ સાથેના તમામ ઇલેકટ્રોનિક ઘટકોને જોડે છે, જેને સિસ્ટમ બસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાહય બસએ મઘરબોર્ડ સાથેના બાહય ડિવાઇસ, સંશાઘનો, પોર્ટ અને ડ્રાઇવને જોડાણ આપે છે. જે એક્સપાન્શન બસ તરીકે પણ ઓળખાય છે. મૅમરી અને ઇનપુટ-આઉટપુટ ડિવાઇસના અમલ માટે જે કમાન્ડ વપરાય તે કન્ટ્રોલ બસ દ્વારા અમલ થાય છે. મૅમરી અને ઇનપુટ-આઉટપુટ ડિવાઇસના એડ્રેસનો અમલ એડ્રેસ બસ દ્વારા થાય છે જયારે ડેટા ટ્રાન્સફર થાય તે ડેટા બસ દ્વારા થાય છે.
ઇન્સ્ટ્રકશન સાઇકલ (Instruction Cycle)
ઇન્સ્ટ્રકશન એટલે કમ્પ્યૂટરમાં અપાતા આદેશો. કમ્પ્યૂટરમાં દરેક કાર્ય માટે તેની સીકવન્સ (ક્રમ) બને અને તે પ્રમાણે મૅમરીમાંથી આદેશ વંચાય છે. ઇન્સ્ટ્રકશન સાયકલ ચાર ભાગમાં વહેચાયેલ છે.
1. મૅમરીમાંથી આદેશને મેળવવો.
2. આદેશને કાર્યાત્મક કરવા ડીકોડ કરવો.
૩. આદેશને અમલમાં મુકવો.
4. મેમરીમાં સંગ્રહ કરવો.
fetch - decode- execute - store
કમ્પ્યૂટર સિસ્ટમ યુનિટ
1. મધરબોર્ડ (Motherboard)
કમ્પ્યૂટરની સર્કિટ અત્યંત જટિલ તેમજ નાજુક હોય છે. જેને ધાતુના બૉકસમાં મુકવામાં આવે છે. આ બૉકસ CPU તરીકે ઓળખાય છે. સર્કિટ નાજુક તેમજ જટિલ હોવાથી મજબુત સપોર્ટની સાથે જોડી દેવાયેલી હોય છે. આ મજબુત સપોર્ટ "મધરબોર્ડ" પુરો પાડે છે. કમ્પ્યૂટરના બધા જ ભાગો મધરબોર્ડની સાથે જોડાયેલા હોય છે. કમ્પ્યુટરના ભાગો જેવા કે કી-બોર્ડ, માઉસ, પ્રિન્ટર, ડિસ્ક ડ્રાઈવ, મૉનિટર વગેરેના કેબલને CPU માં રહેલ સર્કિટની સાથે મધરબોર્ડ દ્વારા જોડવામાં આવે છે. CPU ની ચીપ પણ મધરબોર્ડમાં બધી ડિવાઈસ સાથે જોડાય છે. તેથી જ "મધર" શબ્દનો ઉપયોગ તેના બાળકો સાથે જોડાયેલ હોય તે અર્થે કરવામાં આવે છે. કમ્પ્યૂટરના પ્રોસેસર જેવા કે 286, 386, 486,586 ઉપરથી જ મધરબોર્ડના નામ આપી ઓળખવામાં આવે છે. 310 PPGA, 810 SOCKET, 810 C INTEL, MADIA GX, 440 2X 440 BX, VI, 845 મધરબોર્ડ પ્રચલિત છે.
2. માઈક્રોપ્રોસેસર (CPU chip)
કમ્પ્યૂટરનું મુખ્ય અંગ એટલે CPU જેને મધર બોર્ડ ઉપર લગાડવામાં આવે છે. CPU ઉપર ગરમીની અસર થાય તો કાર્યક્ષમતા આપી શકતું ન હોવાથી માઈક્રોપ્રોસેસર ચીપની ઉપર કેન લગાડવામાં આવે છે. CPU ને ઈલેકટ્રોનિકસમાં માઈક્રોપ્રોસેસરથી ઓળખવામાં આવે છે. પ્રોસેસરની ચીપ તેના નંબર દ્વારા ઓળખાય છે જેવાકે 286, 386, 486, 586 માં તાજેતરનો નંબર 586 એ પેન્ક્રિયમ તરીકે ઓળખાય છે. પેન્ટિયમ સિરિઝમાં કોર આઈ 3,5,7 ઉપરાંત ઝીઓન કે જે સર્વર માટે વપરાય છે.
૩. પાવર સપ્લાય યુનિટ (SMPS)
કોઈપણ સાધનને વિદ્યુતશકિત આપવામાં આવે ત્યારે સાધનની સર્કિટ તે પાવર સહન કરવા શકિતમાન હોય તે જરૂરી છે, કારણ કે કમ્પ્યૂટરમાં બહુ મોટા પ્રમાણમાં અત્યંત નાજુક અને જટિલ સર્કિટ હોય છે જે વિદ્યુતપ્રવાહમાં થતા ફેરફારોને સહન કરી શકે નહી તેથી વિદ્યુતપ્રવાહના સ્ત્રોત પાસેથી વિધુત પ્રાપ્ત કરીને વિવિધ ભાગોને તે પહોચાડવાનું કાર્ય સરળ બનાવવા માટે તેને પાવર સપ્લાય યુનિટ તરીકે એક ધાતુના અલગ બોસમાં રાખવામાં આવે છે. પાવર સપ્લાયયુનિટ પાવરને આગળ જવા દેતા પહેલા તેની ગુણવત્તાની ચકાસણી કરે છે. આ યુનિટ સાથે જોડાયેલ હાર્ડડિસ્ક, ફલૉપીડિસ્ક, મધરબોર્ડ અને મૉનિટરને તેની જરૂરિયાત પ્રમાણેનો વિધુત પ્રવાહ આપે છે. આમ, પાવર સપ્લાય યુનિટ (SMPS) એ 220 એ.સી સપ્લાયમાંથી કમ્પ્યૂટરની વિવિધ ડિવાઈસમાં જરૂરી 5 કે 12 ડી.સી વૉલ્ટમાં બદલી સ્થિર પ્રવાહ આપે છે.
4. કેબલ-કનેકટર (Cable-Connector)
કમ્પ્યૂટરની રચનામાં વિવિધ પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે, જેવા કે હાર્ડડિસ્ક કેબલ, પ્રિન્ટર કેબલ, સિરિયલ કેબલ, પાવર સપ્લાય કેબલ, પેરેલલ કેબલ, નેટવર્ક માટેના કેબલ અને કનેકટર વગેરે. કેબલનો ઉપયોગ ડેટા કે માહિતીના સંચાર માટે થાય છે, જયારે કનેકટરએ કેબલને બે ડિવાઈસ વચ્ચે જોડવા માટેના ઈન્ટરફેસ ઉપર જોડવા માટે લગાડવામાં આવે છે.
0 Comments