GUJARATI MEANING 

"પાયાનાં હિસાબી પદો (પારિભાષિક શબ્દો)"

(૧) મિલક્ત(Assets):

ધંધો ચલાવવામાં મદદરૂપ થાય એવી વસ્તુઓ કે અધિકાર જેની પર ધંધાની માલિકી છે, અને જે નાણાકીય મૂલ્ય ધરાવે છે, તેને મિલકતો કહેવામાં આવે છે. દા. ત. રોકડ, યંત્રો, ફર્નિચર, માલનો સ્ટોક, દેવાદારો પાસેથી લેણી રકમ વગેરે. મિલકતોની મદદથી ધંધામાં થયેલું દેવું ચૂકવી શકાય છે. મિલ્ક્તો બે પ્રકારની છે:

        [A] કાયમી કે સ્થાયી મિલક્ત (Fixed Assets) : જે મિલકતોની સ્મિતમાં વારંવાર ફેરફાર થતો ન હોય, અને જેનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળતો હોય તેવી મિલકતોને કાયમી કે સ્થાયી મિલકતો (Fixed Asset) કહે છે. દા.ત. મીન, યંત્રો, ફર્નિચર વગેરે. 

         [B] ચાલુ મિલક્ત (Current Assets) : જેની કિંમત રોજે-રોજ બદલાય છે અને જેનું સતત રોકડમાં કે અન્ય મિલકતના સ્વરૂપમાં રૂપાંતર થતું રહે છે તેને ચાલુ મિલક્ત (Current Asset) કહે છે. દા.ત.સ્ટૉક, દેવાદારો, રોકડ વગેરે.

મિલક્તોનું અન્ય રીતે પણ વર્ગીકરણ થાય છે. જેમકે, (1) દેશ્ય (Tangible) મિલકત (2) અદૃશ્ય (Intangible) મિલકત (3) અવાસ્તવિક (Fictitious) મિલકત (4) પ્રવાહી (Liquid) મિલકત

(A) દેય મિલકત : જે મિલકતો જોઈ શકાય અને સ્પર્શી શકાય તેને દશ્ય (Tangible) મિલો કહે છે. દા.ત. યંત્રો, મકાન વાહન, સ્ટૉક વગેરે.

(B) અર્દશ્ય મિલક્ત : જે મિલકતો જોઈ શકાતી નથી કે સ્પર્શી શકાતી નથી છતાં તેની કિમત ઉપજી શકે છે, અને ધંધા માટે તે ઉપયોગી છે, આવી મિલકતોને અદૃશ્ય (Intengible) મિલકતો કહે છે. દા.ત. પાઘડી, કૉપીરાઈટ, પેટન્ટસ ટ્રેડમાર્ક વગેરે.

(C) અવાસ્તવિક મિલક્ત: કેટલીકવાર મોટા પાયા પર કરેલા ખર્ચને કામચલાઉ મિલક્ત ગી લેવામાં આવે છે, દા.ત. કોઈ નવી વસ્તુ (Product) બજારમાં મૂકતાં, પહેલ વર્ષે મોટા પ્રમાણમાં જાહેરાત ખર્ચ કરવામાં આવે છે. આ ખર્ચનો લાભ ધંધાને ઘણા વર્ષ સુધી મળવાનો હોય છે. તેથી તેને એક જ વર્ષનો ખર્ચ ગણી ના નુકસાન ખાતે પૂરેપૂરી રકમ ઉધારવાને બદલે થોડા વર્ષો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. દરેક વર્ષે થોડી થોડી રકમ ખર્ચ તરીકે નફા - નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. બાકીની રકમને મિલકત ગણવામાં આવે છે. આવી રકમ વાસ્તવમાં મિલકત નથી, કારણ કે તેનું વેચાણ થઈ શકે નહિ. તેથી તેને અવાસ્તવિક મિલકત (Fictitious Asset) કહે છે. દા.ત. પ્રાથમિક ખર્ચ, વિકાસખર્ચ, મોટા પાયે જાહેરાત ઝુંબેશખર્ચ વગેરે.

(D) પ્રવાહ મિલક્ત (Liquid Asset) : જે મિલકતનો જથ્થો તેના ઉપયોગથી ઓછો થતો હોય તેને પ્રવાહી મિલકત (Liquid Asset) કહે છે. દા.ત. કોલસાની ખાણ, તેલના કુવા વગેરે.. 

(2) જવાબદારીઓ (Labilities) :

જ્વાબદારી (liability) એટલે દેવું. વહેપારીને ધંધાની લેવડ-દેવડ અર્થે જે રકમ ચુકવવાની હોય તેમ જ્વાબદારી કે દેવું કહેવાય દા.ત. લેણદારી, બેંક ઓવર ડ્રાફ્ટ, લીધેલ લૉન વગેરે. ટૂંકમાં, જવાબદારી - મિલકતો - મૂડી

ધંધાની દૃષ્ટિએ વિચારીએ તો માલિક રોકેલી કુલ રકમ પણ ધંધાની જ્વાબદારી છે. પરંતુ સામાન્ય રીતે તેને 'જ્વાબદારી' કહેવાને બદલે 'મૂડી' તરીકે ઓળખવવામાં આવે છે. માલિકની મૂડી પણ પાક સરવૈયામાં જવાબદારી બાજુ બતાવવામાં આવે છે.

(3) કેટલાંક અગત્યના હિસાબી પદો

(A) મૂડી (Capital) : કોઈ વેપારી પેઢી કે કંપની પોતાનો વહેપાર શરૂ કરવા માટે જે રકમ, માલ અથવા મિલકત ધંધાની શરૂઆતમાં લાવે અથવા ધંધો ચાલુ હોય ત્યારે જરૂર પડે ત્યારે લાવે તેને મૂડી કહેવાય છે. ધંધામાં નફો થાય તો આ મૂડી વધે છે, અને ખોટ જાય તો આ મૂડી ઘટે છે.

(B) ઉપજ કે આવક (Revenue) : ઉપજ કે આવક એટલે ધંધાના વ્યવહારમાંથી મળતો લાભ અથવા તો વસ્તુ કે સેવા આપવાના બદલામાં મળતી આવક. 

(C) ખર્ચ (Expenses) : ખર્ચ એટલે કોઈ વસ્તુ કે સેવાની ખરીદી કે અન્ય લાભના બદલામાં ચુકવવાની રકમ. દા.ત. સ્ટેશનરીની ખરીદી, વકીલ ફી, કર્મચારીનો પગાર વગેરે. આ ખર્ચા વર્ષને અંતે નફા-નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. 

(D) દેવાદાર કે લેણું (Debtor) : જ્યારે કોઈ વ્યકિત પાસેથી આપણને નાણાં લેવાના હોય ત્યારે તે વ્યકિત આપણો દેવાદાર કહેવાય. આવી વ્યક્તિને આપણે કાં તો ઉધાર માલ વેચ્યો હોય, સેવા આપી હોય, પૈસા ધીર્યા હોય કે કોઈપણ જાતના વ્યવહારમાં તે વ્યકિતએ આપણી પાસેથી કાંઈપણ લાભ મેળવ્યો હોય છે. આ વ્યકિત પાસે લેવાની રકમ આપણું ‘લેણું ' છે.

(E) લેણદાર કે દેવું (Creditor) : જે વ્યક્તિને આપણે નાણાં ચુકવવાના હોય તે વ્યક્તિ આપણો લેણદાર કહેવાય. જે વ્યક્તિ પાસેથી આપણે માલ ઉધાર ખરીદ્યો હોય, સેવા લીધી હોય, પૈસા ઉછીના લીધા હોય, ખર્ચા ચુકવવાના બાકી હોય કે કોઈપણ જાતના વ્યવહારમાં તેની પાસેથી કોઈ રકમનો લાભ આપણે લીધો હોય તો તે વ્યકિતને આપણે રકમ ચુકવવાની હોય છે, આ વ્યક્તિને ચુકવવાની રમે તે આપણું 'દેવું કે છે,

(F) નોંધ (Entry) : નોંધ એટલે વ્યાપારિક વ્યવહારોને હિસાબી ચોપડામાં નોંધવા તે. મિનાથી પદ્ધતિમાં દરેક વ્યવહારની બે નોંધ થાય છે,

વાઉચર (Voucher) : ધંધામાં વ્યવસ્તરીને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવી એવો વાઉચર. દા.ત. કોઈ ગ્રાહકે આપણને નાણાં ચુકવ્યા હોય અને આપણે નાણાં મળ્યાની પહોંચ આપીએ તો તે વાઉચર ગણાય. માલની ખરીદી કરીએ ત્યારે વેપારીએ આપેલ બીલ એ વાઉચર છે.

(G) આમનોંધ (Journal) : ધંધામાં વ્યવસાર થાય એટલે તરત જ જે ચોપડે તેની નોંધ થાય છે તેને “આમનોંધ" કહે છે. તેમાં વ્યવહારની તારીખ, તેનું વર્ણન, કેટલી રકમ ધારી અને કેટલી રકમ જમા કરી તેની નોંધ થાય છે, તેમાં દરેક વ્યવહારની ટૂંકી સમજણ આપવામાં આવે છે. ધંધાના વ્યવસારી સૌપ્રથમ આમનોંધ” માં નોંધાતા હોવાથી તેને મુળ ચોપડો કહે છે.

(H) પેટા નોંધો (Subsidiary Books) : મોટા પાયા પર ચાલતા ધંધાના બધા વ્યવહારો આમનોંધમાં લખવાથી સમય અને શકિતનો ખૂબ બગાડ થાય છે. તેથી અમુક પ્રકારના વ્યવહારો નોંધવા અલગ અલગ હિસાબી ચોપડાઓ રાખવામાં આવે છે, તે "આમનોંધ"ના જ પેટા વિભાગો છે. ઉધાર વેચાણના વ્યવહારો નોંધવા માટે ખાસ ચોપડા રાખવામાં આવે તેને "વેચાણ નોંધ" કહેવાય અને ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવા માટે ખાસ ચોપડા રાખવામાં આવે તેને “ખરીદ નોંધ" કહેવાય છે.

(I) ખાતું : ધંધામાં થતા વ્યવહારો પૈકી કોઈ એક વ્યકિત કે બાબતને લગતા વ્યવહારો એક સ્થળે ભેગા લખાય છે, જેને ખાતું કહે છે, ખાતું એટલે વ્યક્તિ, માલ-મિલક્ત અને ઉપજ-ખર્ચની લેવડ-દેવડની નોંધનું તારણ. 

(J) ખાતાવહી (Ledger) : ખાંતાપહી નામાનો મુખ્ય ચોપડો છે. જેમાં વ્યકિત, માલ મિલકત અને ઉપજ-ખર્ચનાં ખાતાં રાખવામાં આવે છે.

(K) ખતવવું (ખતવણી) : મૂળ ચોપડા (આમનોંધ કે પેટાનોંધ) માં લખેલ વ્યવહારને ખાતાવહીમાં ખાર્તાની ઉધાર કે જમા બાજુ લાવવાની ક્રિયાને “ખતવવું” કે “ખતવણી" કહેવાય છે. બાકી : કોઈ એક ચોક્કસ સમયે ખાતાવહીમાં ખોલેલા ખાતાંની ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળાના તફાવતને 'બાકી' કહેવામાં આવે છે. આ બાકો ઉધાર હોઈ શકે અને જમા પણ હોઈ શકે. ખાતાંની બાકી સામાન્ય રીતે વર્ષના અંતે કાઢવામાં આવે છે. પરંતુ જરૂર પડે તો ગમે ત્યારે ખાતાંની બાકી કાઢવામાં આવે છે.

(L) સ્ટૉક (Stock) : કોઈપણ દિવસ ધંધામાં વધેલ માલના જથ્થાને માલનો સ્ટૉક' કે 'માલ સિલક' કહેવામાં આવે છે. વર્ષને અંતે વધેલ માલને છેવટનો સ્ટૉક' કે 'આખર માલ સ્ટૉક કહેવામાં આવે છે. જ્યારે વર્ષની શરૂઆતમાં હાથ પર માલનો જે જથ્થો હોય તેને ‘શરૂઆતનો સ્ટૉક' કે 'ખુલતો માલ સ્ટૉક કહેવામાં આવે છે. કોઈપણ વર્ષનો આખર માલ સ્ટૉક બીજા વર્ષનો શરૂઆતનો સ્ટોક બને છે.

(M) ઉપાડ (Drawings) : વહેપારી ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે રોકડ રકમ, માલ કે મિલક્ત લઈ જાય છે, તેને ઉપાડ કહેવાય છે. વેપારી ઉપાડ કરે ત્યારે તેટલે અંશે તેની મૂડી ઘટે છે.

(N) કસર : હિસાબોની પતાવટ વખતે નાણાં ચૂક્વનાર જે થોડી ઓછી રકમ ચૂક્યું છે, અથવા નાણાં લેનાર જે છૂટ મૂકે છે, તેને "કસર" કહે છે. આ રીતે ઓછી લીધેલ રકમ કસર ખાતે ઉચારાય છે.

(O) નો કે લાભ : કોઈ ચોક્કસ મુદત દરમ્યાન ઉપજ વધુ હોય અને ખર્ચ ઓછો હોય તો તાવતની રકમ ન કહેવાય, ધંધામાં આખા વર્ષ માટે આ રીતે આવક અને ખર્ચના તફાવત કાઢવામાં આવે છે.

(P) નુક્સાન કે ખોટ : કોઈ ચોક્કસ મુદત દરમ્યાન ધંધામાં ખર્ચ વધુ હોય અને ઉપજ ઓછી હોય તો તફાવતની રકમને નુકસાન કહેવાય છે.

(Q) કાચો નફો અથવા કાચી ખોટ (Gross Profit or Gross Loss) : શરૂઆતનો માલ, સ્ટૉકની તથા માલની ખરીદીની કુલ કિંમત અને તેની ખરીદી અંગેના સીધા ખર્ચા (Direct Expenses) કરતાં જેટલી રકમ વધારે ઊપજે (કુલ વેચાણ) તેને કાર્યા નફો (Gross Profit) કહે છે. તેનાથી ઉલટું શરૂઆતના સ્ટૉકની તા માલની ખરીદીની કુલ કિંમત ખરીદી અંગેના ખર્ચા કરતાં જેટલી રકમ ઓછી ઊપજે તેને કાચી ખોટ કહેવાય છે. 

(R) ચોખ્ખો નો અથવા ચોખ્ખી ખોટ (Net Profit or Net Loss) : કાચો નો શોધ્યો પછી તેમાં વેચાણ સિવાયની અન્ય આવક ઉમેરતાં અને ખરીદીના ખર્ચા સિવાયના અન્ય ખર્ચા (ઓફીસ કે વહીવટી તથા વેચાણ વિતરણ ખર્ચાઓ) બાદ કરતાં જે નફો આવે તે ચોખ્ખો નશ કહેવાય છે. તેનાથી ઊલટું કાચા નફામાં અન્ય આવક ઉમેરતાં ખર્ચ વધી જાય તો ચોખ્ખી ખોટ કહેવાય છે.
 

(s) લૉન (Loan): ઉછીની લીધેલ રક્મ કે ઉછીની આપેલ રકમને લૉન કહેવામાં આવે છે. જે નારાં ઉછીનાં લીધાં હોય તો તે ધંધાનું દેવું છે અને જો નાણાં ઉછીનાં આપ્યો કેય તો તે પા વેણું છે.

(T) કાચું સરર્વયું (Trial Balance) : વર્ષના અંતે ખાતાંવટીમાંના બધા ખાતાંઓની બા : કાઢી તેને એક પત્રક સ્વરૂપમાં રજૂ કરવામાં આવે અને તેને આધારે હિસાબો ગણિતની દૃષ્ટિએ સાચા છે કે નહિ તેની ખાતરી કરવામાં આવે તે પત્રકને કાચું સરવૈયું કહેવાય છે.

(U) વાર્ષિક હિસાબો (Annual Accounts) : વર્ષને અંતે ધંધાનો નશે કે ખોટ જાણવા તથા ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે તે જાણવા જે પત્રકો બનાવવામાં આવે છે તેને વાર્ષિક હિસાબો કરે છે. તેમાં કાચી નહી જાણવા માટે બનાવાતું વેપાર ખાતું, ચોખ્ખો નૉ જાણવા બનાવાતું ના-નુકસાન ખાતું, અને આર્થિક સ્થિતિ જાણવા બનાવાતા પાકા સરવૈયાનો સમાવેશ થાય છે.

(V) પાકું સરવૈયું (Balance Sheet) : વર્ષને અંતે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે, એટલે કે વર્ષના છેલ્લા દિવસે ધંધાનું ઘણું અને મિલક્તો કેટલાં છે, તથા દેવા કેટલાં છે અને મૂડી કેટલી છે તે જાણવા જે પત્રક બનાવવામાં આવે છે તેને પાકું સરવૈયું કહે છે.

  • CAPITAL= મૂડી
  • CASH = રોકડ
  • CR= જમા
  • DR= ઉધાર
  • CREDITOR = લેણદાર
  • DEBTOR= દેવાદાર
  • LIABLITIES = જવાબદારીઓ
  • ASSET FIXED = કાયમી/ સ્થિર મિલકત
  • ASSET CURRENT = ચાલુ મિલકત
  • ACCOUNT = નામું
  • LEDGER = ખાતાવહી
  • STOCK = માલ
  • DRAWING =ઉપાડ
  • PROFIT/LOSS = નફો/ખોટ
  • EXPENCE = ખર્ચ
  • REVENUE = ઉપજ
  • ENTRY = નોંધ
  • JOURNAL = આમનોંધ


LEDGER & GROUP TEST

CLICK HERE TO MAKE TEST .......